પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરીએકવાર વધારો, જાણો ક્યાં છે કેટલો ભાવ

0
728

નવી દિલ્હીઃ એક દિવસની રાહત બાદ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. પેટ્રોલમાં 14 પૈસા અને ડીઝલમાં 13 પૈસાનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 83 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ 74.24 રુપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

મુંબઈની વાત કરીએ તો અહીંયા પેટ્રોલ 90.35 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ 78 રુપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. કોલકત્તામાં પેટ્રોલ 84.82 રુપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 76.09 રુપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે ચેન્નઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા પેટ્રોલ 86.28 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ 78.49 રુપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે વાત કરીએ તો વડોદરામાં પેટ્રોલ 81.82 રુપિયા પ્રતિ લીટર અને  ડિઝલ-79.39 રુપિયા પ્રતિ લીટર, અમદાવાદમાં પેટ્રોલ-82.09 રુપિયા પ્રતિ લીટર અને ડિઝલ-79.67 રુપિયા પ્રતિ લીટર, તો સુરતમાં પેટ્રોલ-82.09 રુપિયા પ્રતિ લીટર અને ડિઝલ-79.68 રુપિયા પ્રતિ લીટર, અને રાજકોટમાં પેટ્રોલ-81.98 રુપિયા પ્રતિ લીટર અને ડિઝલ-79.56 રુપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.