પીએનબી મહાકૌભાંડઃ શરત સાથે બેંકોને નાણાં ચૂકવશે PNB

0
1608

નવી દિલ્હીઃ પીએનબીના એલઓયુના આધારે નીરવ મોદી, મેહુલ ચોક્સી અને તેની કંપની દ્વારા અલગ અલગ કંપનીઓ અને સંસ્થાઓને હજારો કરોડની ચૂકવણી કરનારી બેંકોને પીએનબી પૈસા ચૂકવવા રાજી થઈ ગઈ છે. બેંકનું કહેવું છે કે માર્ચના અંત સુધીમાં તમામ લોકોના પૈસાની ચૂકવણી કરી દેશે. 13 હજાર કરોડ રૂપિયાના બેંકિંગ ફ્રોડમાં ફસાયેલી પીએનબીએ તે માટે એક શરત પણ રાખી છે. મામલા સાથે જોડાયેલા બે સીનિયર અધિકારીઓએ આ વાતની જાણકારી આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પૈસા આપવા દરમિયાન પીએનબી દ્વારા લેન્ડર્સને એક લેટર સોંપશે, આ લેટર અનુસાર જો તપાસમાં સામે આવ્યું કે પીએનબીના એલઓયુ કરનારી બેંકોએ જાણી જોઈને ખોટા આશયથી જો આમ કર્યું હશે તો તેમણે તમામ પૈસા પાછા આપવા પડશે. જેવી જ બેંકો આ શરત પર રાજી થઈ જશે તે જ સમયે પીએનબી તેમને ચૂકવણી કરી દેશે.
આ બેંકોએ નીરવ મોદી, મેહુલ ચોક્સી અને તેમની કંપનીઓ દ્વારા એલઓયુના આધારે અન્ય કંપનીઓને પૈસા આપ્યા હતા. પીએનબીની શરત સાથે પૈસા આપવાની જાહેરાતથી યૂકો બેંક, યૂનિયન બેંક ઓફ ઈંડિયા અને અલાહાબાદ બેંક જેવી બેંકોને રાહત મળી છે.