પેટ્રોલ 12 પૈસા અને ડીઝલ 14 પૈસા સસ્તું થયું

0
577

નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલની કીમતમાં ફરી એકવાર ઘટાડો થયો છે. રાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હોવાના કારણે પેટ્રોલ અને ડીઝલ સસ્તાં થઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર પેટ્રોલમાં 12 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કીમતોમાં 14 પૈસા પ્રતિ લીટર સુધીનો ઘટાડો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે થયેલા ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ 76 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કીંમત 67.68 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આ પહેલાં બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થયો નહોતો પરંતુ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે.

છેલ્લા 23 દિવસની વાત કરવામાં આવે તો મહાનગરોમાં પેટ્રોલ 2.25 રૂપીયા પ્રતિ લીટર અને ડીઝલ 1.67 રૂપીયા પ્રતિ લીટર જેટલું સસ્તુ થયું છે. આપને જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કીંમત છેલ્લા 30 દિવસમાં 6 ડોલર પ્રતિબેરલ સુધી ઓછી થઈ છે જેનો ફાયદો ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલમાં પ્રાપ્ત થઈ રહ્યો છે.

મહાનગરોમાં પેટ્રોલના-ડીઝલના ભાવની વાત કરવામાં આવે તો કોલકત્તામાં પેટ્રોલના ભાવ 78.83 પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 70.23 રૂપીયા પ્રતિ લીટર છે. તો ચેન્નઈમાં પેટ્રોલના ભાવ 79.04 રૂપીયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ  71.44 રૂપીયા પ્રતિ લીટર છે. તો મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી વધારે છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ 83.92  રૂપીયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 71.99 રૂપીયા પ્રતિ લીટર છે.