પેટ્રોલમાં 6 દિવસથી મળી રહેલી રાહત પર લાગી બ્રેક, આજે ન ઘટ્યા ભાવ

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં છેલ્લા છ દિવસથી મળી રહેલી રાહત પર આજે બ્રેક લાગી છે. આજે પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં કોઈ બદલાવ આવ્યો નથી.

દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કીંમત 75.55 રૂપીયા પ્રતિ લીટર પર છે. તો કોલકત્તામાં પેટ્રોલની કીંમત 78.23 રૂપીયા પ્રતિ લીટર, મુંબઈમાં પેટ્રોલની કીંમત 83.12 રૂપીયા પ્રતિ લીટર, ચેન્નઈમાં પેટ્રોલની કીંમત 78.40 રૂપીયા પ્રતિ લીટર છે.

તો પેટ્રોલની જેમ ડીઝલની કીંમતોમાં પણ કોઈ બદલાવ આવ્યો નથી. દિલ્હીમાં આજે ડીઝલની કીંમત 67.38 રૂપીયા પ્રતિ લીટર છે. તો કોલકત્તામાં ડીઝલની કીંમત 69.93 રૂપીયા પ્રતિ લીટર છે. મુંબઈમાં ડીઝલની કીંમત 71.51 રૂપીયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં ડીઝલની કીંમત 71.12 રૂપીયા પ્રતિ લીટર છે. આપને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે પેટ્રોલની કીંમતમાં 14 થી 18 પૈસા જેટલો ઘટાડો થયો હતો તો ડીઝલના ભાવમાં પણ 10-12 પૈસા પ્રતિ લીટર સુધીનો ઘટાડો થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હકીકતમાં આજે કાચા તેલની કીંમતોમાં વધારો થયો છે અને બ્રેંટ ક્રૂડ 76 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

ત્યારે આને લઈને આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં વધારો થાય તેવી શક્યતાઓ પ્રવર્તી રહી છે. મહત્વનું છે કે આ પહેલા કેન્દ્ર સરકારે પણ આશ્વાસન આપ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલની કીંમતોને બેફામપણે વધવા દેવામાં નહી આવે અને સામાન્ય માણસને રાહત અપાવવા માટે શક્ય તેટલા વધુ પ્રયાસો કરવામાં આવશે.