પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર ઘટાડો… જાણો વધુ વિગતો…

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં આજે ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં પેટ્રોલ 70.70 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ 65.30 રુપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. ભાવમાં ઘટાડા બાદ પણ મુંબઈમાં પેટ્રોલના ભાવ અત્યારે સૌથી વધારે છે અહીંયા પેટ્રોલ 76.28 અને ડીઝલ 68.32 રુપિયા પ્રતિ લીટર પર પહોંચ્યું છે.

હકીકતમાં અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક તણાવ ઓછો થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે જેના કારણે ભારતમાં તેલની તેને લઈને આવનારા સમયમાં કાચા તેલની આયાત મોંઘી થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં પાંચ ટકાથી વધારેની તેજી આવી છે તેવી માહિતી મળી રહી છે.

 

મેટ્રો શહેરોમાં પેટ્રોલની કીંમતો

શહેર પેટ્રોલની કીંમત(પ્રતિ લીટર)
દિલ્હી 70.70 રુપિયા
મુંબઈ 76.28 રુપિયા
કોલકત્તા 72.75 રુપિયા
ચેન્નઈ 76.28 રુપિયા

 

ડીઝલની કીંમતો

શહેર ડીઝલની કીંમક(પ્રતિ લીટર)
દિલ્હી 65.30 રુપિયા
મુંબઈ 68.32 રુપિયા
કોલકત્તા 67.03 રુપિયા
ચેન્નઈ 68.93 રુપિયા

જો તમારે પોતાના શહેરની પેટ્રોલ અને ડીઝલની કીંમતો જાણવી હોય તો iocl.com પર જઈને પોતાના શહેરની પેટ્રોલ અને ડીઝલની કીંમતો વિશે જાણી શકો છો. અહીંયા તમામ શહેરો માટે કેટલાક કોડ આપવામાં આવ્યા છે જેને આપ 9224992249 પર મેસેજ કરીને જાણી શકો છો.