10 દિવસ સુધી પેટ્રોલ ડીઝલ મોંઘુ નહીં થાય, જાણો શું છે કારણ

નવી દિલ્હીઃ પેટ્રોલની વધી રહેલી કીમતો પર હવે લગામ લાગવા જઈ રહી છે. 12 મે સુધી હવે પેટ્રોલની કીમતમાં કોઈ જ વધારો નહીં થાય. જો કે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડની કીમતોમાં તેજીનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. તો અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ સતત કમજોર થઈ રહ્યો છે. ત્યારે કાચું તેલ ખરીદવું મોંઘું થશે તે વાત પણ નક્કી છે. ત્યારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને વધારે પૈસા ચૂકવવા પડશે.દેશના દક્ષિણ રાજ્ય કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે આના માટે સાર્વજનિક ક્ષેત્રની ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિદિન થનારા સંશોધનને રોકી દીધું છે. ત્યાં સુધી કે આંતરરાષ્ટ્રીય બજારમાં આના ભાવમાં બે ડોલર પ્રતિ બેરલના વધારા છતા પણ સ્થાનીક ભાવમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

નાણા મંત્રાલયે સામાન્ય માણસને રાહત પહોંચાડવા માટે ઉત્પાદન શુલ્કમાં કોઈપણ પ્રકારનો કપાત કરવાની મનાઈ ફરમાવી દીધી છે. ઈંધણના ભાવો અત્યારના સમયે 55 મહિનાના ઉચ્ચ સ્તર પર ચાલી રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલ 74.63 રૂપીયા પ્રતિ લીટર અને ડીઝલ 65.93 રૂપીયા પ્રતિ લીટરની રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ચૂક્યૂં છે. સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓએ 24 એપ્રિલથી આના ભાવમાં બદલાવ કર્યો નથી. કંપનીઓ દ્વારા રોજ કીંમતોમાં બદલાવ મામલે જાહેર કરવામાં આવેલી અધિસૂચનાના હિસાબથી 24 એપ્રિલથી તેના ભાવોમાં બદલાવ કરવામાં નથી આવ્યો.