મહાનગરોમાં ત્રણ દિવસથી નથી બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ

0
661

નવી દિલ્હીઃ દેશના વિભિન્ન મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કીંમતોમાં છેલ્લા ત્રણ દીવસથી કોઈ જ વધારો ઘટાડો થયો નથી. આજે દિલ્હીમાં પેટ્રોલની કીંમત 77.58 રુપિયા પ્રતિ લીટર જ્યારે 69.10 રુપિયા પ્રતિ લીટર છે. આ જ પ્રકારે કોલકત્તામાં પેટ્રોલનો ભાવ 80.52 રુપિયા જ્યારે ડીઝલ 71.94 રુપિયા પ્રતિલીટરના ભાવે છે.

તો આ તરફ મુંબઈમાં પેટ્રોલના ભાવ 85 રુપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 73.36 રુપિયા પ્રતિ લીટરના ભાવ પર છે. તો ચેન્નઈમાં પેટ્રોલ 80.59 રુપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 72.99 રુપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. મહત્વનું છે કે છેલ્લે 20 ઓગષ્ટના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો. તે સમયે પેટ્રોલમાં 9 પૈસા પ્રતિ લીટર જ્યારે ડીઝલમાં 6 પૈસા પ્રતિલીટરનો વધારો થયો હતો.