પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો, જાણો વધુ વિગતો

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી એકવાર વધારો થયો છે. આજે પેટ્રોલ અને ડીઝલ ફરી મોંઘા થયા છે. દિલ્હીમાં પેટ્રોલની કીંમત 15 પૈસા વધીને 82.06 રુપિયા પર પહોંચી છે તો ડીઝલની કીંમત 6 પૈસા વધીને 73.78 રુપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.

મુંબઈમાં પણ પેટ્રોલ-ડીઝલની કીંમતોમાં વધારો થયો છે. મુંબઈમાં આજે પેટ્રોલ 89.44 રુપિયા પ્રતિ લીટર તો ડીઝલ 78.33 રુપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

મહત્વનું છે કે ગઈકાલે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાયો હતો. ગઈકાલે પેટ્રોલ 28 પૈસા મોંઘુ થઈને 81.91 રુપિયા પ્રતિ લીટર પર રહ્યું હતું. તો ડીઝલના ભાવમાં 18 પૈસાનો વધારો થવાથી 73.72 રુપિયા પ્રતિ લીટર પર પહોંચ્યું હતું.

એકતરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ ડોલર સામે રુપિયો નબળો પડી રહ્યો છે. આજે રુપિયો 72ની પાર જઈને 72.63 રુપિયા પર સ્થિર થયો હતો.