વિતરણના પડકારોને લઈને પતંજલિના ગ્રોથ પર લાગી શકે છે બ્રેક

0
388

નવી દિલ્હીઃ બાબા રામદેવની પતંજલિ કંપની સતત સફળતાના શિખરો સર કરતી કંપની રહી છે, પરંતુ આગામી સમયમાં વિતરણ વ્યવસ્થાને લઇને મોટો અવરોધ સામે આવી રહ્યો છે.

આ કંપનીએ દેશના ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ એટલેકે એફએમસીજી સેક્ટરમાં હલચલ ઉભી કરી છે અને આ સેક્ટરની હિન્દુસ્તાની યૂનિલીવર અને પ્રોક્ટર એન્ડ ગેમ્બલ જેવી દિગ્ગજ કંપનિઓ માટે મોટો પડકાર ઉભો થઈ ગયો છે. પતંજલિની આવક નાણાકીય વર્ષ 2012માં 500 કરોડ રૂપિયાથી ઓછી હતી જે નાણાકીય વર્ષ 2016માં વધીને 10,000 કરોડ રૂપીયાથી વધારે થઈ ગઈ છે. કંપનીનું આગળનું લક્ષ્ય 20,000 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરવાનું છે.

કંપનીનો પહેલાંનો રેકોર્ડ શાનદાર રહ્યો છે અને એટલા માટે જ નવા લક્ષ્ય સુધી પહોંચવા માટે તેમની તાકાત પર શંકા કરવી મુશ્કેલ છે. પરંતુ જો હકીકત જોવામાં આવે તો સ્થિતિ કંઈક અલગ દેખાઈ રહી છે. બાબા રામદેવનો વ્યાપાર લાલચની જાળમાં ફસાઈ રહ્યો છે. આના કારણે કંપનીને આગળ વધારવામાં મોટી ભૂમિકા નિભાવનારા ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્કની તાકાત ઘટી રહી છે. પતંજલિની સફળતામાં ઓછા પ્રોફિટવાળી ડિસ્ટ્રિબ્યૂશન સીસ્ટમની મહત્વની ભૂમિકા રહી છે. અને એટલા માટે જ કંપની શક્તિશાળી સ્પર્ધકોને ટક્કર આપવામાં સક્ષમ સાબીત થઈ છે. જો કે હવે આ ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ પર મોટું દબાણ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કંપની પોતાનું વેચાણ વધારવા માટે સતત નવા ડિસ્ટ્રિબ્યૂટર્સ અને ટ્રેડની નવી ચેનલની શોધ કરી રહી છે. અને આના કારણે જૂના ડિસ્ટ્રિબ્યૂટર્સ પર આની અસર પડી રહી છે. મહત્વનું છે કે પતંજલિએ પોતાના વ્યાપારની શરૂઆત પોતાના ચિકિત્સાલયો દ્વારા પોતાની પ્રોડક્ટ વેચવાથી કરી હતી.