સરકારી બેંકોના પ્રમુખ સંસદીય સમિતિ સામે થશે રજૂ, બેડ લોન પર થશે ચર્ચા

0
679

નવી દિલ્હીઃ સરકારી બેંકોની વધી રહેલી બેડ લોન કેન્દ્ર સરકાર માટે મુશ્કેલી બની રહી છે. હવે એનપીએને લઈને નાણાકીય મામલાઓની સંસદીય સમિતિ સાર્વજનિક ક્ષેત્રની 11 બેંકોના પ્રમુખ સાથે ચર્ચા કરશે. આના માટે તમામ બેંક પ્રમુખ આજે સમિતિ સામે રજૂ થશે.

વીરપ્પા મોઈલીની અધ્યક્ષતાવાળી આ સમિતિ સામે આ બેંક પ્રમુખ વધી રહેલા એનપીએ સિવાય ફ્રોડના મામલાઓને લઈને પણ વાત કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે આ બેઠક યોજાશે.

આ બેઠકમાં દેશમાં બેંકોના ખરાબ સ્થિતી અને તેમના સામે ઉભેલી એનપીએ સહિત અન્ય મુશ્કેલીઓને લઈને વાત થશે. સૂત્રોનું માનીએ તો આ બેઠકમાં આઈડીબીઆઈ બેંક, યુકો બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈંડિયા, યૂનાઈટેડ બેંક ઓફ ઈંડિયા, ઈંડિયન ઓવરસીઝ બેંક, બેંક ઓફ ઈંડિયા, દેના બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, બેંક ઓફ મહારાષ્ટ્ર, કોર્પોરેશન બેંક અને અલાહબાદ બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આ દરમિયાન આ લોકો સમિતિના ઘણા મહત્વના પ્રશ્નોના જવાબ પણ આપશે. આપને જણાવી દઈએ કે આ પહેલા આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલની પણ સંસદીય સમિતિ સામે રજૂ થઈ ચૂક્યા છે.