હવે આ ત્રણ લોકો નક્કી કરશે કાચા તેલની કીમત…

નવી દિલ્હીઃ તાજેતરના ઘટનાક્રમોથી એ વાત નક્કી થઈ ગઈ છે કે કાચા તેલની કીંમતો નક્કી કરવામાં હવે ઓપેક દેશોની ભૂમિકા ખતમ થઈ ગઈ છે. વર્ષ 2019 અને તેની આગળ તેલની કીંમતો નક્કી કરવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની ભૂમિકા સર્વોપરિ હશે. જો કે એ વાત અલગ છે કે ત્રણેયની વિચારધારા અલગ છે.

ઓપેક જ્યાં પોતાની ભૂમિકાઓને લઈને ઉલજનમાં છે ત્યાં જ અન્ય બાજુથી તેલની વૈશ્વિક આપૂર્તિ પર અમેરિકા, રશિયા અને સાઉદી અરેબિયાનો દબદબો થઈ ગયો છે. ત્રણેય મળીને ઓપેકના 15 સભ્ય દેશોના બરાબરનું ઉત્પાદન કરે છે. ત્રણેય દેશ રેકોર્ડ માત્રામાં તેલનું ઉત્પાદન કરી રહ્યા છે. પ્રત્યેક દેશ આવતા વર્ષે ઉત્પાદનમાં વધારો કરી શકે છે, પરંતુ તેઓ આમ નહી કરે.

સાઉદી અરબ અને રશિયાએ મળીને જૂનમાં ઓપેક+સમૂહને ઉત્પાદન ખતમ કરવાનું દબાણ કર્યું. વર્ષ 2017થી જ ઓપેક સમૂહ કાચા તેલનું ભારે ઉત્પાદન કરી રહ્યા હતા. ત્યારબાદ બંન્ને દેશોએ કાચા તેલનું ઉત્પાદન રેકોર્ડ સ્તર, અથવા રેકોર્ડની નજીક પહોંચાડી દીધું. તે જ સમયે અમેરિકામાં પણ તેલનું ઉત્પાદન અપ્રત્યાશિત રીતે રોકોર્ડ સ્તર પર પહોંચી ગયું.વધારે ઉત્પાદનના કારણે જેવી જ તેલની કીંમતો ઘટવાની શરુ થઈ તો સાઉદી અરબે જાહેરાત કરી દીધી કે તેઓ આગલા મહીનાથી તેલ ઉત્પાદનમાં રોજ પાંચ લાખ બેરલનો કપાત કરશે. આ જાહેરાતની એક પ્રકારે પુતિને સમર્થન કર્યું તો ટ્રંપે નારાજગી વ્યક્ત કરી.

બીજીબાજુ રશિયાએ પોતાના કાચા તેલના ઉત્પાદનમાં કોઈ ઘટાડો કરવાનો સંકેત નથી આપ્યો. રશિયાનું બજેટ તેલની આવક પર ખૂબ ઓછુ નિર્ભર છે. પુતિન મહોમ્મદ બિમ સલમાન સાથે સંબંધો સુધારવા માટે ઈચ્છુક છે. એવામાં તે સાઉદી અરબની યોજનાનું સમર્થન કરવાથી સ્વાભાવીક રીતે નહી અચકાય. પુતિને જણાવ્યું કે કાચા તેલની કીંમત પ્રતિ બેરલ 70 ડોલરના યોગ્ય સ્તરે છે.

ટ્રંપનો વિરોધ એવા ટાણે સામે આવ્યો છે કે જ્યારે રશિયા અને સાઉદી અરબ પોતાના રાજનૈતિક સંબંધ સુધારવામાં લાગેલું છે. ત્યાં જ અમેરિકી સીમેટરોએ યમનમાં યુદ્ધ કરવા અને પત્રકાર ખગોશીની હત્યાને લઈને સાઉદી અરબ પર કડક પ્રતિબંધ લગાવવાનો વિચાર કર્યો છે.

આ પ્રકારે સાઉદી અરબ જો 2019માં તેલ બજારને સંતુલિત કરવાની ઉમ્મીદ કરે છે તો તેને ટ્રંપની નારાજગી, પુતિનના મતભેદ અને અમેરિકાના બૂમિંગ તેલ ઉદ્યોગના જોખમનો સામનો કરવો પડશે.