લોકપ્રિય નહીં હોય બજેટ, ચૂંટણી માટે PM ક્યારેય એવું ન કરેઃ નીતિ આયોગ

નવી દિલ્હીઃ નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે સામાન્ય બજેટ 2018-19ને પોપ્યુલિસ્ટ એટલે કે લોકોને લાલચ આપતું હોવાની સંભાવનાઓને નકારી કાઢી છે. તેમણે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાંપ્રધાન અરુણ જેટલી તેમને મળેલી સલાહો પર વિચાર કરી રહ્યા છે પરંતુ જો કોઈને એવું લાગતું હોય કે બજેટ પોપ્યુલિસ્ટ હશે તો તે વાત તદ્દન ખોટી છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાને ચૂંટણી જીતવા માટે ક્યારેય આવું કર્યું નથી.

થોડા સમય પહેલા નીતિ આયોગના વાઈસ ચેરમેને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ ત્રિમાસીક ગાળાથી દેશની ઈકોનોમિક એક્ટીવીટીઝ વેગ પકડી રહી છે અને 2018-19માં જીડીપીનો ગ્રોથ રેટ વધારે ઝડપી રહેશે. તેમણે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષના બીજા છમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ 7 ટકા રહેવાની આશાઓ છે. આના દ્વારા ખા વર્ષનો વૃદ્ધિદર 6.5 ટકા રહેશે. વર્ષ 2018-19માં જીડીપીનો ગ્રોથ રેટ વધારે વેગ પકડશે.