નવી સરકારને ગૌવધ પ્રતિબંધ હટાવ સહિતના ટાસ્ક આપતાં PMEAC પૂર્વ સદસ્ય ભલ્લા

નવી દિલ્હીઃ જાણીતા અર્થશાસ્ત્રી સૂરજીત ભલ્લાએ કહ્યું છે કે આવનારી સરકારને ત્રણ વર્ષમાં ફળ માટે મિનિમમ સપોર્ટ પ્રાઈઝની વ્યવસ્થા સમાપ્ત કરવી જોઈએ અને સાથે જ કંપની કરમાં 5 ટકાનો ઘટાડો તેમ જ આવક સમર્થન યોજનાનો વિસ્તાર વધારવો જોઈએ. સાત ચરણમાં થયેલી લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. મતગણતરી 23 મેના રોજ થવાની છે.

વડાપ્રધાન મોદીની આર્થિક સલાહકાર પરિષદના પૂર્વ સદસ્યએ પણ કહ્યું કે ભારત મધ્યમ આવકની જાળમાં ફસાવાની આશંકા નથી. તેમણે કહ્યું કે મધ્યમ વર્ગની આવક જાળની ધારણાને વધારે ખોટી સમજવામાં આવે છે અને ભારતીય આ તરફ વધારે આગળ નથી વધી રહ્યાં. તાજેતરમાં પીએમઈએસી સદસ્ય રથીન રોયે કહ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા સંરચનાત્મક નરમીની દિશામાં આગળ વધી રહી છે.અમેરિકા-ચીન ટ્રેડ વોર પર ભલ્લાએ કહ્યું કે ચીને લાંબા સમયથી વિશ્વ અર્થવ્યવસ્થાનો લાભ ઉઠાવ્યો છે અને હવે તે પૂર્વમાં ઉઠાવવામાં આવેલા લાભની કીમત ચૂકવી રહ્યું છે. ગૌવધ પર બેનને મુસ્લિમ વિરોધી ગણાવતા તેમણે કહ્યું કે આ નીતિમાં બદલાવની જરુરિયાત છે કારણ કે આ ભારતીય અર્થવ્યવસ્થાને પણ પ્રભાવિત કરી રહી છે. ભલ્લાએ કહ્યું કે ગૌવધ પર બેન મુસ્લિમ વિરોધી અને ધૃણિત છે અને આને સમાપ્ત કરવાની જરુરિયાત છે. આ ભારતીય અર્થવ્યવસ્થા અને ભારતીય મુસ્લિમોને પ્રભાવિત કરી રહ્યું છે.વડાપ્રધાન મોદીના પ્રદર્શનના આકલન મામલે ભલ્લાએ કહ્યું કે છેલ્લા ચાર પાંચ વર્ષમાં કોઈપણ દેશની તુલનામાં આ સર્વાધિક સમાવેશી સરકાર છે. તેમણે કહ્યું કે મોદીને એક દૂરદર્શી નેતાના રુપમાં જોવાની જરુરિયાત છે અને તેઓ એ શ્રેણીમાં છે કે જેમાં સિંગાપુરના લી કુઆન યેવ છે. તેમની પાસે દ્રષ્ટિકોણ અને મિશન છે અને લોકસભા ચૂંટણીમાં બહુમત પ્રાપ્ત કરવો તે મિશનનો ભાગ છે.