નવી લેવાલીથી શેરબજાર ઑલ ટાઈમ હાઈ

અમદાવાદ– શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. શરૂઆતમાં એશિયાઈ સ્ટોક માર્કેટની સામાન્ય નરમાઈ પાછળ ભારતીય શેરોમાં લેવાલી વેચવાલીના કામકાજ વચ્ચે બે તરફી વધઘટ જોવાઈ હતી, જો કે ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી બ્લુચિપ શેરોમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો. અને ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 70.42(0.20 ટકા) વધી 34,503.49 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 19(0.18 ટકા) વધી 10,651.20 બંધ થયો હતો.બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઈનસ હતા, તેમ છતાં ઈન્ડેક્સ બેઈઝ્ડ શેરોમાં નવી લેવાલી આવી હતી. શેરબજારના નિષ્ણાતોના કહેવા પ્રમાણે કોર્પોરેટ સેકટરના ત્રિમાસિક પરિણામો પ્રોત્સાહક આવવાના આશાવાદ પાછળ જાણકારોની નવી લેવાલી આવી હતી. મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી આવી હતી, અને સ્મોલકેપ ઈન્ડેક્સે નવી હાઈ બનાવી હતી. આગામી પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટ પણ મૂડીબજારલક્ષી અને છુટછાટવાળુ આવશે, તેમજ આર્થિક સુધારા કરાશે. જે આશાવાદ પાછળ બ્લુચિપ શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી.

  • આજે ઓટોમોબાઈ, એફએમસીજી, ફાર્મા, આઈટી, ટેકનોલોજી સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી આવી હતી.
  • જ્યારે બેંક, કેપિટલ ગુડ્ઝ, મેટલ, ઓઈલ, ગેસ અને પીએસયુ સેકટરના સ્ટોકમાં પ્રોફિટ બુકિંગથી નરમાઈ રહી હતી.
  • રોકડાના શેરોમાં તેજીની આગેકૂચ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 49.53 પ્લસ હતો. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 80.62 ઊંચકાયો હતો.
  • ઈન્ડુસઈન્ડ બેંકનો નફો 24.7 ટકા વધ્યો હતો.
  • શ્રી સિમેન્ટનો નફો 41.6 ટકા વધ્યો અને આવક 23.1 ટકા વધ્યો હતો.
  • સત્યમ ગોટાળા મામલે સેબીએ કંપનીના ઓડિટર પ્રાઈઝ વોટરહાઉસ પર 2 વર્ષનો પ્રતિબંધ મુક્યો છે.
  • બજાજ કોર્પનો ત્રીજા ત્રિમાસિકગાળાનો નફો 4.5 ટકા ઘટી 55.2 કરોડ થયો છે.