11 મહિનામાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 19.5 ટકા વધીને 7.44 લાખ કરોડ થયું

નવી દિલ્હીઃ સરકારનું એપ્રિલ 2017 થી ફેબ્રુઆરી 2018 સુધી 11 મહીનાનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 7.44 લાખ કરોડ રૂપીયા થઈ ગયું છે. આ એક વર્ષ પહેલાના સમયની તુલનામાં 19.5 ટકા વધારે છે. નાણાકીય વર્ષ 2017-18 માટે નિર્ધારિત 10.5 લાખ કરોડ રૂપીયાના સંશોધિત ટાર્ગેટના મુકાબલે 74.3 ટકા નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પ્રાપ્ત થઈ ગયું છે.

1.39 લાખ કરોડ રૂપીયાનું રિફંડ

નાણામંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર એપ્રિલ 2017થી ફેબ્રુઆરી 2018 દરમિયાન ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 14.5 ટકા વધીને 8.83 લાખ કરોડ રૂપીયા થઈ ગયું. આ દરમિયાન સરકારે 1.39 લાખ કરોડ રૂપીયાનો ટેક્સ રિફંડ કર્યો. આંકડાઓ અનુસાર ગત 11 મહિના દરમિયાન કોર્પોરેટ ઈનકમ ટેક્સ કલેક્શન 19.7 ટકા અને પર્સનલ ઈનકમ ટેક્સ 18.6 ટકા વધ્યો છે.

બજેટ 2018માં સંશોધિત કરવામાં આવ્યો હતો ટાર્ગેટ

2018-19 બજેટમાં સરકારે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન લક્ષ્ય વધારીને 10.5 કરોડ રૂપીયા કરી દીધુ હતું. આ પહેલા આ લક્ષ્ય 9.80 લાખ કરોડ રૂપીયા હતું. સરકારનું માનવું છે કે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો ઓક્ટોબર-ડિસેમ્બર ત્રીમાસીક ગાળા વાળો ટ્રેંડ યથાવત રહેશે તો 10 લાખો કરોડ રૂપીયાના લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકાશે.