રોજગારની નવી તકો ઉભી કરશે મોદી સરકાર, બજેટમાં 20 ટકાનો વધારો

નવી દિલ્હીઃ રોજગાર મામલે સતત વિપક્ષો દ્વારા ઘેરાઈ રહેલી સરકાર હવે વડાપ્રધાન રોજગાર યોજનાનો સહારો લેવા જઈ રહી છે. સરકાર આ યોજનાનું બજેટ વધારવાની તૈયારી કરી રહી છે. સામાન્ય બજેટ 2017-18માં આ યોજના પર 1024 કરોડ રૂપિયા ખર્ચની જોગવાઈ છે, પરંતુ સરકાર હવે આને વધારીને 1224 કરોડ રૂપિયા કરવા જઈ રહી છે. થોડા સમય પહેલા થયેલી મિનિસ્ટ્રી ઓફ માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એંટરપ્રાઈઝીઝ અને ડિપાર્ટમેંટ ઓફ એક્સપેંડિચર વચ્ચે થયેલી બેઠકમાં આ વિશે સહમતી સધાઈ હતી.

કેટલું વધ્યું બજેટ

મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ફાઈનાંસ મિનિસ્ટ્રીએ વડાપ્રધાન રોજગાર યોજનાના બજેટમાં 200 કરોડ રૂપીયા વધારવા માટે મંજૂરી દર્શાવી છે. તો આના સિવાય ખાદી રીફોર્મ ડેવલપમેંટ પ્રોગ્રામ અને ટેક્નોલોજી સેંટર સિસ્ટમ પ્રોગ્રામના બજેટમાં 563 કરોડ રૂપીયાનો વધારો કરવા માટે સહમતિ આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બેઠકમાં મિનિસ્ટ્રીએ પોતાનું રિવાઈઝ્ડ બજેટને 6481.96 કરોડ રૂપીયાથી વધારીને 10584.28 કરોડ કરવાની ભલામણ કરવામાં આવી હતી, પરંતુ અત્યારે માત્ર બે સ્કીમનું બજેટ વધારવા પર સહમતી દર્શાવવામાં આવી છે.
510 કરોડનો ખર્ચ

મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈ અનુસાર, સ્કીમ અંતર્ગત નાણાકિય વર્ષ 2017-18 માટે 31 ઓક્ટોબર 2017 સુધી 265773 અરજીઓ આવી ચૂકી છે. આ તમામ અરજીઓને ડિસ્ટ્રિકક્ટ લેવલ ટાસ્ક ફોર્સ કમીટીની છટણી બાદ બેંકોને મોકલવામાં આવી રહી છે. હવે બેંકોને 510.49 કરોડ રૂપીયાની સબસિડી રિલીઝ થઈ ચૂકી છે. આનાથી 18827 નવા માઈક્રો એંટરપ્રાઈઝ શરૂ થયા.