મોદી સરકાર બેરોજગારોને આપશે જીવાઈ, આટલું ભથ્થું મળી શકે…

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર યૂનિવર્સલ બેઝિક ઈનકમ સ્કીમને દેશભરમાં લાગુ કરે તેવી શક્યતાઓ છે. આ યોજના લાગુ થયા બાદ ખેડૂતો, વ્યાપારીઓ અને બેરોજગાર યુવાનોને દર મહિને 2,000 થી 2,500 રુપિયા સુધીની એક નિશ્ચિત રકમ પ્રાપ્ત થશે. મોદી સરકારનો આ પ્લાન ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. પરંતુ એવું નથી કે બેરોજગારોને પૈસા આપવાની આ યોજના પહેલીવાર કોઈ દેશમાં લાગુ થશે. ફ્રાંસ, જર્મની અને જાપાન જેવા દેશોમાં આ પ્રકારની યોજનાઓ વર્ષોથી ચાલી રહી છે. ત્યારે આવો આજે જાણીએ કેટલાક એવા દેશો વિશે કે જ્યાં આ પ્રકારની યોજના લાગુ કરવામાં આવી છે.

ફ્રાંસ

યૂરોપ દેશોમાં ફ્રાંસ એક એવી જગ્યા છે કે જ્યાં બેરોજગારોને સૌથી વધારે સુવિધાઓ મળે છે. જો 2017ના આંકડાઓ પર નજર કરીએ તો અહીંયા બેરોજગારોને સરકાર વાર્ષિક આશરે 7000 યૂરો એટલે કે 5.6 લાખ જેટલી મદદ કરે છે. એટલે કે દર મહીને તેમને 46 હજાર હજાર રુપિયા મળે છે. જો કે બેરોજગારોને આ રકમ કેટલીક શરતો સાથે આપવામાં આવે છે.

જર્મની

જર્મનીમાં પણ ઘણા સ્તર પર બેરોજગારોને પૈસા આપવામાં આવે છે. એકલ રહેનારા બેરોજગાર 390 યૂરો પ્રતિમાસ એટલે કે આશરે મહિને 30,000 રુપિયા લઈ શકે છે. જો કે બેરોજગાર વ્યક્તિ ત્રણ મહિનાની અંદર કામ ન શોધી લે તો તેનું પેમેન્ટ 30 ટકા સુધી ઘટાડી દેવામાં આવે છે.

આયરલેન્ડ

આયરલેન્ડમાં બેરોજગારોને મળનારી સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે નિયમો કડક છે. એટલે કે તમારે ઓછામાં ઓછા સાત દિવસ સુધી બેરોજગારીનો સામનો કરેલો હોવો જોઈએ. આ સીવાય ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ પ્રોટેક્શનને એ જણાવવાનું રહે કે આપ કામ માટે સક્ષમ છો.

ઈટાલી

પ્રાપ્ત વિગતો અનુસાર ઈટલીમાં બેરોજગારી દર 12.9 ટકા છે. ઈટલીની સરકારે વર્ષ 2013માં બેરોજગાર બેનિફિટ્સને બદલી દીધા હતા. હવે બેરોજગારોને કેટલીક શરતો સાથે અહીંયા 1,180 યૂરો પ્રતિ માસ એટલે કે આશરે 90 હજાર રુપિયા પ્રતિમાસ જેટલા પૈસા મળે છે. જાપાનમાં શારીરિક અથવા લર્નિંગ વિકલાંગતા, તો આ સીવાય માનસિક સ્વાસ્થ્ય યોગ્ય ન હોવાની સ્થિતીમાં સરકાર મદદ કરે છે. જાપાનમાં આ રકમ આશરે 153 પાઉન્ડ પ્રતિ માસ એટલે કે 15 હજાર રુપિયા પ્રતિ માસ છે.