આ દિવસે મોદી સરકાર બહાર પાડશે રુપિયા 75નો સિક્કો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આંદામાન નિકોબારની રાજધાની પોર્ટબ્લેયરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા પહેલી વખત તિરંગો ફરકાવવાના 75 વર્ષ પુરા થવા નિમિત્તે 75 રુપિયાનો સિક્કો બહાર પાડવાનુ એલાન કર્યુ છે.

75 રુપિયાના આ સિક્કાનું વજન 35 ગ્રામ હશે. આ સીક્કો 50 ટકા ચાંદીથી બનેલો હશે. 40 ટકા આના પર તાંબુ લાગેલું હશે અને 5-5 ટકા ઝિંક તેમજ નિકલ જેવી ધાતુ આના પર લાગેલી હશે.

આ સિક્કા પર સુભાષચંદ્ર બોઝનો ફોટો પણ હશે. સિક્કાની પાછળ સેલ્યુલર જેલની પાછળ તિરંગાને સલામી આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝનુ ચિત્ર બનાવાયુ હશે. સુભાષચંદ્ર બોઝની તસવીર નીચે 75 અંક લખેલો હશે. તો આ સાથે જ સિક્કા પર દેવનાગરી અને અંગ્રેજીમાં પ્રથમ ધ્વજારોહણ દિવસ પણ લખ્યું હશે.

આપને જણાવી દઈએ સુભાષચંદ્ર બોઝે પોર્ટ બ્લેયરમાં 30 ડિસેમ્બર, 1943ના દિવસે તિરંગો ફરકાવ્યો હતો.