માઈક્રોસોફ્ટે Windows 7ને લઈને કર્યો મોટો નિર્ણય…

નવી દિલ્હીઃ માઈક્રોસોફ્ટ પોતાના કમ્પ્યૂટર ઓપરેટિંગ સિસ્ટમ Windows 7 નું મેનસ્ટ્રીમ સપોર્ટ બંધ કર્યા બાદ હવે આનું એક્સટેન્ડેડ સપોર્ટ પણ બંધ કરવા જઈ રહી છે. કંપનીએ આમાં નવા ફીચર્સને જોડવાનું પહેલા જ બંધ કરી દીધું હતું અને 14 જાન્યુઆરી 2020થી આનો એક્સટેન્ડેડ સપોર્ટ પણ બંધ કરી દેશે છે..

માઈક્રોસોફ્ટે એક પોસ્ટમાં આ મામલે જાણકારી આપતા લખ્યું કે એક્સટેન્ડેડ સપોર્ટ ખતમ થયા બાદ કામ કરવાનું બંધ નહી કરે પરંતુ યુઝર્સને આમાં સિક્યોરિટી અપડેટ્સ મળવાના બંધ થઈ જશે. આ સીવાય 20 જાન્યુઆરી 2020 બાદ પણ Windows 7 ઈન્સ્ટોલેશન અને એક્ટિવેશન રહેશે. કંપનીએ આ સાથે જ યુઝર્સને સલાહ આપી છે કે સિક્યોરિટી રિસ્ક અને વાયરસથી બચવા માટે આપ Windows 10 વાપરવાનું શરુ કરો.


દેશમાં મોટાભાગે કમ્પ્યુટર્સ અને એટીએમ મશીનોમાં Windows 7 નો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આવામાં જો આના અપડેટ્સ મળવાના બંધ થઈ જશે તો આનાથી સિક્યોરિટી ઈશ્યુ થઈ શકે છે. આ સીવાય કમ્પ્યુટર્સ અને એટીએમમાં સિક્યુરિટીને લઈને પણ સંકટ થઈ શકે છે.

માઈક્રોસોફ્ટે 2015માં Windows 10 ને લોન્ચ કર્યું હતું પરંતુ Windows 7 માટે સપોર્ટ ઉપ્લબ્ધ થવાના કારણે Windows 10ને લોકોએ ન અપનાવ્યું. ત્યારે કંપનીએ Windows 10માં ઘણા પ્રાઈવસી અપડેટ્સ કર્યા છે તો એવું થઈ શકે છે કે યૂઝર્સ આને જલ્દી જ અપનાવી લે. અત્યારે Windows 10ની ઉપ્લબ્ધતા 70 કરોડથી વધારે ડિવાઈઝો પર એક્ટિવ છે અને તાજેતરમાં જ એનાલિટિક્સ ફર્મ સ્ટેટકાઉન્ટર અને નેટમૈમાર્કેટ્સે આને સૌથી પ્રસિદ્ધ ઓપરેટિંગ સિસ્ટમ જાહેર કરી છે.