બે નવા ટેક્સની શરુઆતની તૈયારી, જાણો ‘નોન કોમ્પિટ ફી ટેક્સ અને ડિજિટલ ટેક્સ’

નવી દિલ્હી– દેશના ઇન્કમ ટેક્સમાં ઘણી અસંગતિઓ જોવા મળે છે. જેમ કે કોઇ વ્યક્તિની નોકરીથી થઇ રહેલી સેલેરી ટેક્સના દાયરામાં આવતી હોય તે જરુરી નથી. આ વર્ષના બજેટમાં આ વસ્તુ બદલવાની કોશિશ કરવામાં આવી રહી છે. નોન કોમ્પિટ પેમેન્ટ્સ –‘સેલેરી’ અને ‘વેતનના બદલામાં ફાયદો’ના દાયરામાં આવતાં નથી. જેના કારણે તેના પર ટેક્સ લાગતો નથી. તેમ જ ભારતમાં વિદેશી ઇન્ટરનેટ કંપીઓ પાસેથી પણ ટેક્સ વસૂલવાની શરુઆત થઇ શકે છે. આ બે નવી ટેક્સ શરુઆત કરવાની તૈયારી થઇ ગઇ છે.

બિઝનસજગતનું કહેવું છે તે બજેટમાં મૂકાયેલા આ પ્રસ્તાવથી કોઇ કર્મચારીને પોતાના માલિકના સિવાય કોઇ અન્ય-થર્ડ પાર્ટીથી પેમેન્ટ મળે છે તો તેને ટેક્સના દાયરામાં લવાશે, બીજા શબ્દોમાં કહીએ તો ટેક્સના વર્તુળમાં એવા કેસ પણ આવી જશે જેમાં પેમેન્ટ આપવાવાળા અને લેવાવાળા વચ્ચે માલિક-કર્મચારીનો નાતો નથી. જેમ કે કોઇ વિદેશી કંપનીની ભારતીય સબસિડીયરીમાં નોકરી ખતમ થવા પર વિદેશી કંપની પાસેથી મળનાર સેવેરેન્સ પેમેન્ટ પર પણ ટેક્સ લાગશે. કંપનીઓ એક જ હોવા પર અને અધિગ્રહણની સ્થિતિમાં અધિગ્રહણ કરવાવાળી કંપની પાસેથી પ્રાપ્ત થનારી આવક પણ ટેક્સની જાળમાં આવી જશે.

કેટલાક પેમેન્ટ એ છે જે ટેક્સના દાયરામાં ન હોવાથી રેવન્યૂનું નુકસાન થઇ રહ્યું છે. આ માટે આયકર કાનૂનના સેક્શન 56માં સંશોધન કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. નોકરી ટર્મિનેટ થવા પર કે કોમ્પેનસેશન કે કોઇ અન્ય પેમેન્ટને ‘અન્ય સ્ત્રોતોથી મળેલી આવક’ માનવામાં આવશે. આવી આવક પર સ્લેબ પ્રમાણે ટેક્સ લાગશે. બજેટ પ્રસ્તાવ પ્રમાણે એક કરોડથી વધુની ટેક્સ યોગ્ય આવક પર વધુમાં વધુ 36 ટકા ટેક્સ લાગી શકે છે. આ સંશોધનમાં માલિક પાસેથી પિન્ક સ્લીપ-નોકરી છૂટવા પર કે વીઆરએસના મામલાઓને શામેલ કરવામાં આવ્યાં નથી.

આ બજેટ પ્રસ્તાવમાં બીજા જે મહત્ત્વનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે તે પ્રમાણે વિદેશી ડિજિટલ એન્ટિટીઝને ટેક્સ દાયરામાં લાવવાનો વિચાર રખાયો છે.  તેમાં દેશમાં સ્થાપિત એવો યુઝર બેઝ બિઝનેસ છે જેનું અસ્તિત્વ અહીં નથી. જેમ કે ફેસબૂક, ગૂગલ અથવા નેટફ્લિકસ જેવી કંપનીએ જેના ભારતમાં લાખો યુઝર છે પણ તેમનું સંચાલન વિદેશમાંથી થાય છે. જોકે આવી કંપનીઓની ઓફિસીસ ભારતમાં છે પરંતુ તેમનું ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીં નથી. બજેટમાં પહેલીવાર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર ઇન્કમ ટેક્સ એક્ટ 9માં સંશોધન કરીને એ વિદેશી ડિજિટલ કંપનીઓની પાસેથી ટેક્સ વસૂલી કરવા તરફ આગળ વધી રહી છે. સરકારના આ પગલાંથી ન કેવળ ગૂગલ, ફેસબૂક અને નેટફ્લિક્સ જેવી મોટી કંપનીઓ પર અસર પડશે બલકે ભારતમાં વેપાર કરતી ઇન્ટનેટ આધારિત નાની વિદેશી કંપનીઓએ પણ ટેક્સ ભરવો પડશે.