જિઓને પણ પડી રહી છે નાણાંની તંગી, સ્ટાફમાં કર્યો ધરખમ ઘટાડો…

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ ઈન્ફોકોમે કોસ્ટમાં ઘટાડો કરવા અને ઓપરેટિંગ માર્જિનમાં સુધાર માટે પોતાના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે. જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં કંપનીના ઓપરેટિંગ માર્જિનમાં ઘટાડો થયો હતો. જિઓએ કોન્ટ્રાક્ટ વાળા કર્મચારીઓ સાથે જ કેટલાક કાયમી કર્મચારીઓની પણ છટણી કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર કંપનીએ ગ્રાહકો સાથે જોડાયેલા કામકાજ સાથે જ સપ્લાય ચેન, હ્યૂમન રિસોર્સીઝ, ફાઈનાન્સ, એડમિનિસ્ટ્રેશન અને નેટવર્ક જેવા એરિયામાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે.

જિઓના પ્રવક્તાએ જણાવ્યું કે અમે પોતાના ગ્રાહકલક્ષી વ્યાપારને વધારી રહ્યા છીએ અને જિઓ ઈન્ડસ્ટ્રીમાં નેટ રિક્રૂટર બનેલી છે. અમે કોન્ટ્રાક્ટર્સ સાથે પણ કામ કરી રહ્યા છીએ કે જેઓ અમારી વિભિન્ન પ્રોડક્ટ્સ માટે નક્કી સમય વાળા કોન્ટ્રાક્ટ પર સ્ટાફ હાયર કરી શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કંપનીએ આશરે 5000 લોકોની છટણી કરી છે. આમાંથી 600 લોકો કાયમી કર્મચારીઓ હતા. બાકી સ્ટાફ કોન્ટ્રાક્ટ પર હતો. જો કે આની સ્વતંત્ર રીતે પુષ્ટી નથી થઈ શકી.

પ્રાપ્ત વિગતો અનુસાર આની મોટી અસર ગ્રાહકો પ્રાપ્ત કરવાના સેગ્મેન્ટ પર પડી છે. મેનપાવરને સંતુલિત કરવાના પ્રયત્નો એક મહિના પહેલા શરુ થયા હતા. કંપની કોસ્ટમાં કટિંગ ચાલુ રાખી શકે છે. એક અન્ય સુત્રએ જણાવ્યું કે મેનેજરોની ટીમની સાઈઝ ઓછી કરવા કહેવામાં આવ્યું છે. એડમિનિસ્ટ્રેશન, સપ્લાય ચેન, ફાઈનાન્સ અને હ્યુમન રિસોર્સીઝ પર અસર પડી છે.


જિઓ પાસે 15000-20000 કર્મચારીઓ પેરોલ પર હોવાનું અનુમાન છે. જો કે કંપની માટે કામ કરનારા કર્મચારીઓની સંખ્યા આનાથી વધારે છે પરંતુ તેઓ થર્ડ પાર્ટી એમ્પ્લોયઝ છે. થર્ડ-પાર્ટી એમ્પ્લોયઝને એક સ્ટાફિંગ ફર્મ હાયર કરી શકે છે અને ફર્મને આ માટે કંપની પાસેથી પૈસા મળે છે.

જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં જિઓનું એબિટ્ડા માર્જિન 0.5 ટકા ઘટીને 39 ટકા પર રહ્યું. કંપનીનો કુલ ખર્ચ 8 ટકા વધ્યો છે. એનાલિસ્ટનું કહેવું છે કે ટેલિકોમ કંપનીની એમ્પ્લોય કોસ્ટ 5-6 ટકા વચ્ચે હોય છે. કોસ્ટને ઘટાડવા માટે સામાન્ય રીતે ટેલિકોમ કંપનીઓ પહેલા છટણીનું પગલું ભરે છે.