મારુતિ પોતાની આ જાણીતી કારનું પ્રોડક્શન બંધ કરશે

નવી દિલ્હી :  માર્કેટમાં અલગ અલગ કંપનીઓ તેના નવીન મોડલ બહાર પાડતી હોય છે. જેમાં ખાસ કરીને દીવાળી જેવા તહેવારોની સીઝનમાં નવા નવા મોડલ આવતા હોય છે, એવા સમયે જાણીતી કારનું ઉત્પાદન બંધ થવાના સમાચાર સામે આવ્યાં છે. મારુતિ તેની પોતાની એક કારનું ઉત્પાદન બંધ કરવા જઈ રહી છે.

મારુતિ સુઝુકી ઇન્ડિયાના અધ્યક્ષ, આરસી ભાર્ગવના જણાવ્યા મુજબ આવા ઘણા મોડલ છે જે સલામતીના ધોરણોને પૂર્ણ કરતા નથી. આને કારણે, તેનું ઉત્પાદન બંધ કરવું પડશે. મારુતિ ઓમ્ની તેમાંની એક છે.

મારુતિ 800 પણ અમારા ખૂબ જ મહત્વપૂર્ણ મોડેલ હતું, પરંતુ તેને પણ બંધ કરવું પડ્યું હતું. મારુતિ સુઝુકી ઓમની 1984માં લોન્ચ કરાઈ હતી. લોંચથી, આ કારમાં કેટલાક વિશિષ્ટ ફેરફારો કરવામાં આવ્યાં નથી. ત્યારથી અત્યાર સુધી માત્ર 2 મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં એક 1998નું છે, જેમાં તેમાં રાઉન્ડમાંથી ચોરસ હેન્ડલ આપવામાં આવ્યા હતા. બીજો ફેરફાર 2005 માં કરવામાં આવ્યો હતો. ત્યારે તેના ડબ્સબોર્ડને  બદલવામાં આવી હતી. મારુતિ ઓમ્નીની પાવરની વાત કરીએ તો તેમાં 796 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે.

તેમાં આપવામાં આવેલ એન્જિનમાં 3 સિલિંડરો છે. આ કાર ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ છે. કારમાં એ જ એન્જિન છે જે મારુતિ સુઝુકી 800 માં આપવામાં આવ્યું હતું. તેમાં 0.8 લિટર પેટ્રોલ એન્જિન છે. જે 35 બીએચપી પાવર ઉત્પન્ન કરે છે અને 59 ન્યૂટન મીટરની ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત, કંપની ટેક્સીમાં ઉપયોગમાં આવતી ઇકો વાન અને અલ્ટો 800 ની સુરક્ષા સુવિધા પર પણ કામ કરી રહી છે.