ભારતીય બજાર માટે ટોયોટા અને મારુતિએ કર્યું ગઠબંધન

0
1896

નવી દિલ્હીઃ હવે એ દિવસો દૂર નથી કે જ્યારે ટોયોટા મારુતિની બલેનો અને બ્રેઝા ગાડી વેચશે. જાપાનની બે મોટી કાર કંપની ટોયોટા અને સુઝૂકી મોટર્સે હાથ મીલાવ્યાં છે. બંને કંપનીઓએ કરાર કર્યા છે કે ભારતમાં બંને કંપનીઓ સાથે મળીને એકબીજાની ગાડીઓ વેચશે.બંને કંપનીઓ હાઈબ્રિડ કાર અને અન્ય ગાડીઓ એકબીજાને સપ્લાય કરશે. કરાર અનુસાર સુઝૂકી ટોયોટાને પોતાની પ્રીમિયમ હેચબેક કાર બલેનો અને અને કોમ્પેક્ટ એસયૂવી વિટારા બ્રેઝાનો સપ્લાય કરશે જ્યારે ટોયોટા તેને પોતાની સેડાન કાર કરોલા આપશે.

આ કરાર બંને કંપનીઓ વચ્ચે ભારતમાં બનેલી ગાડીઓ માટે અને ભારતીય બજાર માટે જ થયો છે. આ બંને કંપનીઓ મેક ઈન ઈન્ડિયા અંતર્ગત વધારેમાં વધારે ભારતમાં બનેલા પાર્ટ્સનો ઉપયોગ કરશે જેથી ભારતીય કારબજારમાં પોતાની ભાગીદારી વધારી શકે.