મોંઘી થઈ શકે છે મારુતિની તમામ કાર, ઈનપુટ કોસ્ટમાં વધારાની અસર

નવી દિલ્હીઃ મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ જણાવ્યું છે કે તે આ મહિને પોતાના તમામ મોડલની કીંમતોમાં વધારો કરવા જઈ રહી છે. કીંમતોમાં વધારા માટે કોમોડિટી કોસ્ટ વધવી, ફોરેન એક્સચેંજ અને ફ્યૂઅલમાં ઉતારચઢાવ થવો વગેરે જેવા કારણો જવાબદાર છે. જો કે કંપનીએ જણાવ્યું છે કે તે મોડલના હિસાબથી કીમતમાં વધારો કરવા પર કામ કરી રહી છે અને આની જાહેરાત આવનારા થોડા સમયમાં જ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોમોડિટી કીંમતો વધી રહી છે અને એટલા માટે જ આ પ્રકારનો ભાવ વધારો કરવાની મારૂતીને જરૂર પડી છે. તો આ સીવાય ફોરેન એક્સચેંજ રેટની પણ ખૂબ ખરાબ અસર પડી છે. ફ્યૂઅલની કીંમતો વધવાથી લોજિસ્ટિક કોસ્ટ વધી રહી છે. કંપનીના એક અધિકારીક સુત્રએ જણાવ્યું કે હવે કંપની પર વધારે બોજ પડી રહ્યો છે અને એટલા માટે જ કંપની માટે જરૂરી બની ગયું છે કે તે હવે ભાવ વધારો કરે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે કેટલો ભાવ વધારો થશે તે તો ન કહી શકાય, પરંતુ ભાવ વધારો મોડલ વાઈઝ અલગ અલગ હોઈ શકે છે. કંપનીની ફાઈનાન્સ ટીમ જ્યાં સુધી આ મામલે પોતાનું કામ પૂર્ણ ન કરી લે ત્યાં સુધી ભાવ વધારાના આંકડા અંગે સ્પષ્ટતા ન થઈ શકે.

ઉલ્લેખનીય છે કે સુઝુકી ઈંડિયાના આ નિવેદન પહેલા અન્ય ઓટોમોબાઈલ કંપનિઓ જેવીકે મહિન્દ્રા એન્ડ મહિનદ્રા, ટાટા મોટર્સ અને રેનો ઈંડિયા પોતાની કાર્સની કીંમતમાં વધારો કરવાની જાહેરાત કરી ચૂકી છે.