મારુતિની Dzire કાર બની બેસ્ટ સેલિંગ કાર, અલ્ટોનું વેચાણ ઘટ્યું

0
795

નવી દિલ્હીઃ મારુતિ સુઝૂકી ડીઝાયરે મે 2018માં એકવાર ફરીથી કંપનીની બજેટકાર અલ્ટોને સેલ્સ મામલે પાછળ છોડી દીધી છે. મારુતિ સુઝૂકીની કોમ્પેક્ટ સેડાન કાર ડીઝાયર સતત અલ્ટોને મ્હાત આપી રહી છે. ડીઝાયર અને અલ્ટોની કીમતમાં મોટુ અંતર હોવા છતાં ગત 12 મહિનામાંથી 8 મહિના સુધી ડીઝાયર દેશની નંબર વન સેલિંગ કાર રહી છે.

મે 2018માં મારુતિ સુઝૂકી ડીઝાયર એકવાર ફરીથી નંબર વન સેલિંગ કાર રહી છે. મારુતિ સુઝૂકીએ ડીઝાયરના 24,365 યુનિટ્સનું વેચાણ કર્યું છે. આના સેલિંગમાં વાર્ષિક આધાર પર 158 ટકાનો ગ્રોથ નોંધવામાં આવ્યો છે.

તો મારુતિ સુઝૂકી અલ્ટોના સેલિંગમાં કમી આવી છે. કંપનીએ મે 2018માં અલ્ટોના 21,890 યૂનિટ્સને વેચ્યાં હતાં જે ગત વર્ષની સરખામણીએ 7.3 ટકા જેટલા ઓછા છે. અલ્ટોના સેલિંગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જો કે એ વાત પણ સાચી છે કે અલ્ટો કારનું વોલ્યુમ વધારે છે.