મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ થયું સસ્તું, નવા લિસ્ટિંગમાં લાગશે માત્ર 3 દિવસ

0
634

નવી દિલ્હીઃ સેબીએ મ્યૂચ્યુઅલ ફંડોનો એક્સપેન્સ રેશિયો ઘટાડી દીધો છે. રોકાણકારોના પૈસા મેનેજ કરવા માટે તેમની પાસેથી લેવામાં આવતી ફી ને એક્સપેન્સ રેશિયો કહે છે. સિક્યોરિટીઝ માર્કેટના રુલ્સ તોડનારા લોકો માટે કંસેન્ટ મૈકેનિઝમમાં બદલાવ, મોટી કંપનીઓ માટે ડેટ માર્કેટથી અનિવાર્ય રુપે પૈસા એકત્ર કરવાના નિયમ સાથે આજે બોર્ડની મીટિંગમાં સેબીએ ઘણા અન્ય ઉપાયોની પણ જાહેરાત કરી. સેબીના આ ઉપાયોથી મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણનો ખર્ચ ઓછો અને નાના રોકાણકારોના હિતોનું રક્ષણ થશે.

તેણે એચઆર ખાન સમિતિની ભલામણોને પણ માની લીધી છે જેમાં એનઆરઆઈ અને અન્ય કેટલાક વિદેશી ફંડોના ઈન્વેસમેન્ટ પર લગાવવામાં આવેલા કેટલાક પ્રતિબંધોને હટાવવાની માંગણી કરવામાં આવી હતી. આનાથી વિદેશી રોકાણકારોની ચિંતા દૂર થશે. અત્યાર સુધી વિદેશી રોકાણકારોને નિયમોમાં કડકાઈનો ડર સતાવતો હતો.

સાઈઝના આધાર પર ઓપન એન્ડેડ ઈક્વિટી સ્કીમ્સના એક્સપેન્સ રેશિયોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 500 કરોડ રુપિયા સુધી મેનેજ કરનારી સ્કીમ માટે 2.25 ટકા અને 50 હજાર કરોડથી વધારે એસેટ્સ વાળા ફંડ માટે 1.05 ટકા વાર્ષીક એક્સપેસ રેશિયો નક્કી કરવામાં આવ્યો છે. સેબીએ મ્યૂચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યૂટરોને અપફ્રંટ કમિશન દેવા પર પણ રોક લગાવી દીધી છે. સેબીના હોલટાઈમ મેમ્બર પુરી બુચે મીટિંગ બાદ યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે એક્સપેન્સ રેશિયોમાં કપાતથી રોકાણકારો વર્ષમાં 1300-1500 કરોડ રુપિયા બચાવી શકશે.

સેબીએ જણાવ્યું કે જો તેને લાગે કે કોઈ અપરાધની માર્કેટ પર વ્યાપક અસર થઈ છે અથવા તેનાથી રોકાણકારોને નુકસાન થયું છે તો તે કન્સેન્ટ મૈકનિઝમથી તેને સેટલ નહી કરે. આ સિસ્ટમમાં આરોપી પોતાની ભૂલ સ્વીકાર્યા વીનાજ દંડ આપીને મામલો પતાવી શકે છે. સેબીના ચેરમેન અજય ત્યાગીએ જણાવ્યું કે અમે સિદ્ધાંતોના આધાર પર આવા મામલાઓમાં નિર્ણય કરીશું.

સેબીએ જણાવ્યું કે તેણે ખાન સમિતિની ભલામણોને માની લીધી છે અને આ મામલે તે અલગ સર્ક્યુલર જાહેર કરશે. 10 એપ્રિલના રોજ એક સર્ક્યુલરમાં સેબીએ એનઆરઆઈ અને ભારતવંશિઓ દ્વારા અહીંયા કરવામાં આવતા વિદેશી ફંડના બેનિફિશિયલ ઓનર થવા પર રોક લગાવી દીધી હતી. આ નિર્ણયથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સેબીએ બેનિફિશિયલ ઓનર ડેફિનિશનનો ઉપયોગ પારદર્શિતા વધારવા માટે કરવો જોઈએ ન કે રોકાણ પર રોક લગાવવા માટે.

ગત સપ્તાહે એક એફપીઆઈ લોબી ગ્રુપે સેબીના આ નિર્ણયની આકરી ટીકા કરી હતી અને ત્યારબાદ ખાન સમિતિની ભલામણો આવી હતી. સમિતિએ જણાવ્યું હતું કે એનઆરઆઈને ફંડ્સ મેનેજ કરવાની છૂટ મળવી જોઈએ. તો સાથે જ ખાન સમિતિએ દેશમાં રોકાણને બાધિત કરનારા નિયમોમાં પણ મોકળાશ આપવાની ભલામણ કરી હતી.

સેબીએ જણાવ્યું કે આઈપીઓ બંધ થવાના 3 દિવસની અંદર કંપનિઓનું લિસ્ટિંગ થશે જેમાં અત્યાર સુધી 6 દિવસ જેટલો સમય લાગતો હતો. સેબી બોર્ડ આઈપીઓ માટે યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસની સુવિધા આપવા માંગે છે જેના પર સહમતી સધાઈ ગઈ છે. આનાથી પબ્લિક ઈશ્યૂ પ્રોસેસમાં બદલાવ થશે.

આ વર્ષના બજેટમાં કહેવામાં આવ્યું હતું કે મોટી કંપનીઓને 25 ટકા ફંડિંગની વ્યવસ્થા બોન્ડ માર્કેટમાંથી કરવાની રહેશે. એક્સપેન્સ રેશિયોમાં બદલાવનો ફાયદો 2 હજાર કરોડથી મોટા ફંડના રોકાણકારોને નહી મળે. 2,000 થી 5,000 કરોડના ફંડ માટે 0.10 ટકા, 5,000 થી 10,000 કરોડના ફંડમાં 0.17 ટકા અને 10,000 થી 20,000 કરોડ વાળા ફંડમાં 0.25 ટકાનો ફાયદો થશે. 50,000 કરોડથી મોટા ફંડમાં રોકાણ કરનારા લોકોનો ખર્ચ 0.40 ટકા ઓછો થશે.