રેલવેમાં LICના રુ. 1.5 લાખ કરોડ રોકાણને નાણાંમંત્રાલયની લીલીઝંડી

મુંબઈઃ એલઆઈસી રેલવેમાં 1.5 લાખ કરોડ રૂપિયાના રોકાણ પર હવે આગળ વધી શકે છે. નાણાંમંત્રાલય દ્વારા  લીલી ઝંડી આપી દેવામાં આવી છે. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરે પહેલાં આ યોજના પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે રોકાણ કરવા માટે બોન્ડ પર સરકારની ગેરંટી માગવી જોઈએ.

એલઆઈસીએ બે વર્ષ પહેલા રેલવે સાથે એમઓયુ કર્યા હતાં. આ એમઓયુ અનુસાર સરકારી કંપનીને આઈઆરએફસી દ્વારા જાહેર કરવામાં આવેલા બોન્ડ ખરીદીને રોકાણ કરવાનું હતું. જો કે આનાથી આઈઆરએફસીની નેટવર્થમાં એલઆઈસીની ભાગીદારી 25 ટકાથી વધી જાત જેના કારણે ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરે બોન્ડ પર સરકાર પાસેથી ગેરંટી માગી હતી. તેણે એ પણ જણાવ્યું હતું કે ઓઈલ બોન્ડની જેમ જ ગેઝેટ નોટિફિકેશન જાહેર કરીને સ્પેશિયલ બોન્ડનો દરજ્જો આપ્યો હતો.

નાણાંમંત્રાલયે આ મામલે આદેશ જાહેર કર્યો છે. નાણાંમંત્રાલયે જણાવ્યું છે કે આઈઆરએફસીના બોન્ડ એક્સપોઝર લિમિટથી વધારે રોકાણ માટે માન્ય છે. તેણે બોન્ડ પર સરકાર તરફથી ગેરંટી ઓફર કરી નથી પરંતુ એમ જણાવ્યું છે કે આ ઈન્શ્યોરંસ એક્ટની કલમ 2(3) અંતર્ગત આવશે જેમાં રેલવે મંત્રાલયને થનારી આવકથી રીપેમેંટ વસૂલવામાં આવશે. રેલવે મિનિસ્ટ્રીની આવકને રેલવે બજેટથી સહકાર મળે છે. કેન્દ્ર સરકારની આવકથી રીપેમેંટની વાત, એક દ્રષ્ટિએ જોવામાં આવે તો ગેરંટીથી પણ વધારે છે. આનાથી રકમ ચૂકવવાની સરકારની નિયત સ્પષ્ટ થઈ જાય છે. આ તમામ વાતો નાણાંમંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે.