નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરતા પહેલાં જાણી લો આ પાંચ મહત્વની બાબતો

નવી દિલ્હી- નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) એ નિવૃત્તિ બચત યોજના છે, જે બજાર આધારિત વળતર આપે છે. ગ્રાહકો જે ફંડમાં રોકાણ કરે છે, એનપીએસ તેને પેન્શન ફંડ મેનેજરના માધ્યમથી સારુ વળતર આપતી વિવિધ સ્કીમમાં રોકાણ કરે છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આના પર દેખરેખ રાખવામાં આવે છે. એનપીએસ ઈક્વિટી માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, સરકારી સિક્યોરિટીઝ અને અન્ય ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ગ્રાહકોના પૈસાનું રોકાણ કરે છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડનો એક હિસ્સો એનએસડીએલ ઇ-ગવર્નન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ છે, જે નેશનલ પેન્શન સિસ્ટમ માટે કેન્દ્રીય રેકોર્ડ હોલ્ડિંગ એજન્સી છે. જો કે, આ નવી પેન્શન યોજનામાં રોકાણ કરતાં પહેલાં, આ પાંચ વાતોનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે.

  1. રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (એનપીએસ) સરકારી કર્મચારીઓ માટે જાન્યુઆરી 2004માં લોન્ કરવામાં આવેલી એક સરકારી પ્રાયોજિત પેન્શન યોજના છે. 2009માં તમામ નાગરિકો સુધી આ યોજના વિસ્તૃત કરવામાં આવી છે. ગ્રાહકના નાણાં પેન્શન ફંડને રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા રોકાણ કરવામાં આવે છે, જે પેન્શન કોર્પસ મેનેજમેન્ટ માટે પણ જવાબદાર છે.
  2. એન.પી.એસ. બે પ્રકારના ખાતાઓ રજૂ કરે છે – ટીયર 1 અને ટીયર 2. ટીયર 1 એકાઉન્ટમાં વ્યક્તિ 60 વર્ષની ઉંમરનો ન થાય ત્યા સુધી નાણાં ઉપાડી શકતા નથી. ટીયર 2 એનપીએસ એકાઉન્ટ સેવિંગ્સ એકાઉન્ટની જેમ જ કામ આપે છે. અહીંથી, ગ્રાહકો જરૂરિયાતો મુજબ નાણાં ઉપાડી શકે છે. જો કે, ખાસ સંજોગો જેમ કે ગંભીર માંદગી અથવા બાળકોના લગ્ન, જેવી પરિસ્થિતિમાં ગ્રાહક સેવાનિવૃત્તિ પહેલાં પણ એનપીએસ આંશિક ઉપાડની મંજૂરી આપે છે.
  3. રોકાણકાર તેના નિવૃત્તિ ખાતામાં નાણાં જમા કરે છે, અને એમ્પ્લોયર પણ કર્મચારીના ખાતામાં નાણાં જમા કરે છે. ગ્રાહકો કોઈ ચોક્કસ લાભ વિના ખાતામાં પૈસા જમા કરે છે. હાલમાં, એનપીએસમાં લઘુતમ કર્મચારીનું યોગદાન મૂળભૂત પગારના 10 ટકા છે અને સરકાર દ્વારા પણ એટલી જ રકમ આપવામાં આવે છે.
  4. તાજેતરમાં, સરકારે સંમતિ દર્શાવી છે કે એનપીએસમાં એક વ્યક્તિ તેના મૂળ પગારના 14 ટકા સુધી રોકાણ કરી શકે છે. અગાઉ આ મર્યાદા 10 ટકા હતી. આ પગલાથી કેન્દ્ર સરકારના 36 લાખ કર્મચારીઓને લાભ થશે તેવી અપેક્ષા છે.5. એન.પી.એસ. ગ્રાહક આવક વેરા અધિનિયમની કલમ 80 સીસીસીડી (1) હેઠળ કુલ આવકના 10 ટકા સુધી આવકવેરા કપાતનો દાવો કરી શકે છે, અને 80 સીસીઇ હેઠળ રૂ. 1.5 લાખની છૂટનો દાવો કરી શકે છે. એનપીએસ ટીયર 1માં, 50 હજાર રૂપિયા સુધીના રોકાણને 80 સીસીડી (1 બી) હેઠળ અલગથી મુક્તિ આપવામાં આવી શકે છે અને 80 સી હેઠળથી રૂ.1.5 લાખ અને તેનાથી વધુ પ