ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની આજે છેલ્લી તારીખ, જાણો વધુ વિગતો

0
843

નવી દિલ્હીઃ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે આજે છેલ્લો દિવસ છે. જો આજે આપ રિટર્ન ફાઈલ નહી કરાવો તો આપને 5,000 રુપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. જો તમારી વાર્ષીક ટેક્સેબલ ઈનકમ 2.5 લાખ રુપિયાથી વધારે છે તો તમારા માટે ITR  ફાઈલ કરવું જરુરી છે. આ પહેલા નાણાકિય વર્ષ 2017-18 માટે રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી જેને ગત મહિને વધારીને 31 ઓગસ્ટ કરી દેવામાં આવી હતી. જો તમારી વાર્ષિક આવક 5 લાખ રુપિયા અથવા તેનાથી ઓછી છે તો અને તમે રિટર્ન ફાઈલ ન કર્યું તો બાદમા રિટર્ન ફાઈલ કરવા માટે 1000 રુપિયાનો દંડ ભરવો પડી શકે છે. 5 લાખ રુપિયાથી વધારે ઈનકમ વાળા લોકો જો આજે રિટર્ન ફાઈલ ન કરે તો તેમને 5000 હજાર રુપિયાનો દંડ ભરવો પડશે.

ઈનકમ ટેક્સ વિભાગની તપાસમાં એ વાત સામે આવે કે તમારી ઈનકમ ટેક્સેબલ છે અને તમે ITR ફાઈલ નથી કર્યું તો ઈનકમ ટેક્સ વિભાગ આવા વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. આ અંતર્ગત આપને ટેક્સ અને વ્યાજ સાથે દંડ પણ ભરવો પડે છે.