જિઓ ટ્રાઈના લિસ્ટમાં ટોપ પર, સપ્ટેમ્બર ત્રિમાસીક ગાળામાં AGR 8,271 કરોડ

નવી દિલ્હીઃ ચાલુ નાણાકિય વર્ષના જૂલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસીક ગાળામાં એજીઆરના મામલે રીલાયન્સ જિઓ શિર્ષ પર રહી છે. આ સમયમાં જિઓનો એજીઆર 8,271 કરોડ રુપિયા રહ્યો છે. ટ્રાઈના તાજેતરમાં સામે આવેલા આંકડાઓમાં આ જાણકારી આપવામાં આવી છે. ટ્રાઈના તાજેતરના આંકડાઓ અનુસાર વોડાફોન આઈડિયાનો એજીઆર અથવા મોબાઈલ સેવાઓમાંથી આવક 7,528 કરોડ રુપિયા રહી છે.

ભારતી એરટેલ 6,720 કરોડ રુપિયાના એજીઆર સાથે ત્રીજા સ્થાન પર રહી છે. સરકારનો દૂરસંચાર કંપનીઓ સાથે લાયસન્સ અને અન્ય શુલ્કોથી મળનારી રેવન્યૂનો ભાગ એજીઆરના આધાર પર જ નક્કી થાય છે. જૂલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસીક ગાળામાં બીએસએનએલનો એજીઆર 1,284.12 કરોડ રુપિયા રહ્યો.

આનાથી પહેલાના એપ્રિલ-જૂન ત્રિમાસીક ગાળામાં એકલ આધાર પર જિઓ આ લીસ્ટમાં 7,125.7 કરોડ રુપિયાના એજીઆર સાથે પ્રથમ સ્થાન પર હતી. વોડાફોન અને આઈડિયાનો સંયુક્ત એજીઆર જીઓથી વધારે એટલેકે 8,226.79 કરોડ રુપિયા હતો. અલગ અલગ વાત કરવામાં આવે તો વોડાફોનનો એજીઆર 4,483.69 કરોડ રુપિયા અને આઈડિયાનો એજીઆર 3,743.1 કરોડ રુપિયા હતો.