જિઓએ કરી GSMA સાથે ભાગીદારી, મહિલાઓમાં ડિજિટલ સાક્ષરતા વધારશે

મુંબઈ-  વિશ્વની સૌથી મોટી મોબાઇલ ડેટા નેટવર્ક કંપની જિઓએ જાહેરાત કરી છે કે, ભારતમાં મહિલાઓમાં ડિજિટલ સ્વીકૃતિ અને ડિજિટલ સાક્ષરતા વધે તેમાં જેન્ડર ગેપને દૂર કરવા માટે કંપની GSMAના કનેક્ટેડ વિમેન ઇનિશિયેટીવ સાથે જોડાઇ છે. જિઓ અને જી.એસ.એમ.એ. મહિલાઓમાં ડેટાનો વપરાશ વધે અને જીવનને સમૃદ્ધ બનાવતી ડિજીટલ સર્વિસીસનો ઉપયોગ વધે તે માટે મહિલાઓને વધારે સશક્ત બનાવવાની દિશામાં કામ કરશે.

મોબાઇલ અને ઇન્ટરનેટ ટેકનોલોજીની સ્વિકૃતિમાં તાજેતરમાં જે રીતે ઝડપ જોવા મળી છે તેનાથી લોકોના  પ્રવૃત્ત રહેવામાં, શિક્ષણ મેળવવામાં અને મનોરંજન મેળવવામાં બદલાવ આવ્યો છે. જો કે, પહોંચ, પોષણક્ષમ કિંમત અને ડિજિટલ ક્રાંતિમાં સમાવેશના અભાવને કારણે ભારતમાં મોબાઇલની સ્વિકૃતિમાં જેન્ડર ગેપ જોવા મળે છે. પ્રારંભથી જ જિઓએ તમામ લોકોને એક સમાન તક આપીને આ ગેપને દૂર કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

કનેક્ટેડ વિમેન ઇનિશિયેટીવના ભાગરૂપે, મોબાઇલ ઇન્ટરનેટની પહોંચ અને ઉપયોગ અને મોબાઇલ ઇન્ટરનેટ મની સર્વિસીસમાં મહિલાઓને નડતી અડચણો દૂર કરવા માટે જી.એસ.એમ.એ. મોબાઇલ ઓપરેટરો અને તેમના ભાગીદારો સાથે વૈશ્વિક સ્તરે કાર્ય કરે છે. જી.એસ.એમ.એ. અને સર્વિસ પ્રોવાઇડરો સાથે મળીને મહત્વપૂર્ણ સમાજિક-આર્થિક લાભો આપી શકે છે અને અસંખ્ય મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવાની સાથે મોબાઇલ ઉદ્યોગ માટે મોટા પ્રમાણમાં રહેલી બજારની તકોનો પણ લાભ મેળવી શકે છે.

રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ લિમિટેડના ડાયરેક્ટર ઇશા અંબાણીએ જણાવ્યું હતું કે, પાછલા એક દશકમાં મોબાઇલ અને ઇન્ટરનેટ ટેકનોલોજીની વૃદ્ધિ ખૂબ જ ઝડપી અને નોંધપાત્ર રહી છે. તે મહિલાઓના સશક્તિકરણ માટે અતુલ્ય

તકો પૂરી પાડે છે અને માહિતી અને શિક્ષણની પહોંચ, ફાયનાન્શિઅલ ઇન્ક્લુઝનને મદદ કરીને અને જીવનને સમૃદ્ધ બનાવતી સેવાઓ તથા રોજગારીની તકો પૂરી પાડીને તે જીવનમાં પરિવર્તન લાવી શકે છે. આ જ કારણે જિઓની સંકલ્પના રજૂ કરવામાં આવી હતી અને તમામ ભારતીયોનું આ સ્વપ્ન પૂર્ણ કરવા માટે અમે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.