દેશના પ્રથમ બજેટથી અત્યાર સુધી, જાણો અવનવી વાતો

0
334

નવી દિલ્હી– નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ 5 જુલાઈએ પ્રથમ બજેટ રજૂ કરશે. શનિવારે હલવાના વિતરણ સાથે બજેટ ડોક્યુમેન્ટ્સનું પ્રકાશન પણ શરુ થઈ ચૂક્યુ છે. જેવી રીતે આપણે આપણા ઘરોમાં આવક અને ખર્ચનો હિસાબ રાખીએ છીએ એવી જ રીતે નાણાં મંત્રાલય પણ  બજેટ મારફતે આગામી એક વર્ષ સુધી દેશમાં આવક અને ખર્ચનો હિસાબ તૈયાર કરે છે. સરકાર ક્યાંક્યાંથી મહેસૂલ વસૂલશે અને કયાં કેટલો ખર્ચ કરશે એ આપણે બજેટ દ્વારા જ જાણવા મળે છે. એટલા માટે જ દેશ દર વર્ષે બજેટની આતુરતાથી રાહ જોતો હોય છે.

જાણો બજેટ સાથે જોડાયેલી કેટલીક દિલચસ્પ વાતો

ભારતીય ઈતિહાસનું પ્રથમ બજેટ

ભારતમાં બજેટ રજૂ કરવાની પરંપરા ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ શરુ કરી હતી. કપંનીએ 7 એપ્રિલ 1860ના રોજ પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. આઝાદી પહેલા અંગ્રેજોના શાસનકાળમાં પ્રથમ બજેટ તત્કાલિન નાણાંપ્રધાન જેમ્સ વિલ્સને રજૂ કર્યું હતું.

આઝાદ ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ તત્કાલિન નાણાંપ્રધાન આરકે શાનમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું.

સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણાંપ્રધાન

મોરારજી દેસાઈએ સૌથી વધુ 10 વખત બજેટ રજૂ કર્યું છે. બીજા નંબર પર પી. ચિદમ્બરમ છે, જેમણે 8 વખત બજેટ રજૂ કર્યું છે. પ્રણવ મુખર્જી, યશવંત સિન્હા, વાઈબી ચોહાણ અને સીડી દેશમુખે 7-7 વખત સંસંદમાં બજેટ રજૂ કર્યું છે.

સતત પાંચ વખત બજેટ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, યશવંત સિન્હા અને અરુણ જેટલીએ સતત 5 વખત બજેટ રજૂ કર્યું.


હિન્દીમાં બજેટનું પ્રકાશન

1955 સુધી યૂનિયન બજેટ માત્ર અંગ્રેજી ભાષામાં જ રજૂ કરવામાં આવ્યું 1955-56થી બજેટ ડોક્યૂમેન્ટ્સનું હિન્દીમાં પણ પ્રકાશન થવા લાગ્યું.

બ્લેક બજેટ

નાણાંકીય વર્ષ 1973-74 માટે રજૂ કરાયેલા સામાન્ય બજેટને બ્લેક બજેટ કહેવામાં આવે છે. આ વર્ષે બજેટ 550 કરોડ રૂપિયાનું હતું જે ત્યારના સમયમાં ઘણુ વધુ હતું. આ બજેટને યશવંતરાવ બી ચૌહાણે રજૂ કર્યું હતું.


એપકલ બજેટ

આર્થિત સંકટ દરમિયાન 1991માં મનમોહન સિંહ દ્વારા રજૂ કરાયેલા બજેટને એપકલ બજેટ (પરિવર્તનકારી બજેટ) કહેવામાં આવે છે. આ બજેટમાં આયાત-નિકાસ નીતિમાં મોટા ફેરાફારો કરવામાં આવ્યા હતાં અને ભારતીય અર્થવ્યવસ્થાને વૈશ્વિક બનાવવા માટે પગલા ભરવામાં આવ્યા હતાં.

કોર્પોરેટ ટેક્સ

વી.પી.સિંહની સરકારે રાજીનામું આપ્યા બાદ 1987માં રાજીવ ગાંધીએ બજેટ રજૂ કર્યુ. તેમણે બજેટમાં કોર્પોરેટ ટેક્સનો પરિચય કરાવ્યો.


બજેટમાં સર્વિસ ટેક્સ, વિદેશી રોકાણ

1991માં એનડીએની સરકારના નાણાંપ્રધાન યશવંત સિન્હાએ વચ્ચગાળાનું બજેટ રજૂ કર્યું. એ જ વર્ષે કોંગ્રેસ ફરી સત્તામાં આવી અને મનમોહન સિંહને નાણાં પ્રધાન બનાવાયા. 1991માં તેમણે સર્વિસ ટેક્સ અને વિદેશી રોકાણના પ્રસ્તાવનો કોન્સેપ્ટ રજૂ કર્યો.


બજેટની તારીખમાં ફેરફાર

2016 સુધી લોકસભામાં બજેટ ફેબ્રુઆરીના અંતિમ કામકાજના દિવસે રજૂ કરવામાં આવતું હતું પરંતુ 2017થી અરૂણ જેટલીએ આ તારીખ બદલીને 1લી ફેબ્રુઆરી કરી.

બજેટનો સમય

વર્ષ 2000 સુધીમાં કેન્દ્રીય બજેટની જાહેરાત સાંજે 5 વાગ્યે કરવામાં આવતી હતી પરંતુ યશવંત સિન્હાએ 2001માં સવારે 11 વાગ્યે બજેટ જાહેર કરીને નવી પરંપરા શરુ કરી હતી.

રેલવે બજેટ સમાપ્ત

2017માં રેલવે બજેટને સામાન્ય બજેટમાં સમાવી લેવામાં આવ્યું. આ પહેલા 92 વર્ષો સુધી બંન્ને બજેટ અલગ અલગ રજૂ કરવામાં આવતા હતાં.

પ્રથમ મહિલા નાણાંપ્રધાન

નિર્મલા સિતારમણ યૂનિયન બજેટ રજૂ કરનારી પ્રથમ મહિલા નાણાંપ્રધાન બનશે. આ પહેલા ઈન્દિરા ગાંધીએ 1970-71માં બજેટ રજૂ કર્યું હતું. તે સમયે તે દેશના વડાપ્રધાન હતા અને નાણાં મંત્રાલયનો કાર્યભાર સંભાળી રહ્યાં હતાં.