ICAI એ મલ્ટિનેશનલ ઓડિટિંગ ફર્મ્સને FDI મામલે સાણસામાં લીધાં

નવી દિલ્હીઃ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઈન્ડિયાએ ઘણી મલ્ટિનેશનલ ઓડિટિંગ કંપનીઓની ભારતીય સંસ્થાઓને નોટિસ જાહેર કરી છે. ઈન્સ્ટિટ્યૂટે ડેલોઈટ, પ્રાઈસવોટરહાઉસકૂપર્સ, અનર્સ્ટ એંડ યંગ, કેપીએમજી, ગ્રેંટ થોર્નટન અને બીડીઓ જેવી ફર્મ્સથી તેમના કોર્પોરેટ સ્ટ્રક્ચર, ઈન્વેસ્ટમેન્ટ, અને રેવન્યૂ વિશે જાણકારી માગી છે. સૂત્રો અનુસાર સંસ્થા એ વાતની જાણકારી પ્રાપ્ત કરી રહી છે કે આ મલ્ટિનેશનલ ફર્મ્સ, તેમની ભારતીય સંસ્થાઓ અને તેમની સાથે સ્થાનિક રીતે જોડાયેલી કંપનીઓએ પ્રત્યક્ષ વિદેશી રોકાણના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં.

તો આ સીવાય વિદેશી કંપનીઓ સાથે જોડાયેલી ભારતીય ફર્મ્સને પણ અલગ નોટિસ જાહેર કરવામાં આવી છે. જેવીકે નેક્સિયા, ક્રેસ્ટન, માજાર્સ બેકર ટિલ્લી અને આરએમએસ. જે ચાર મોટી કંપનિઓને નોટિસ જાહેર કરીને તેમના કુલ રાજસ્વ, ફાયદા અને ઈક્વિટી સ્ટ્રક્ચર અને પ્રતિ પાર્ટનર રેવન્યૂ મામલે જાણકારી આપવા જણાવ્યું છે. આમાં ડેલોઈટે, પીડબલ્યૂસી, અન્સ્ટ એન્ડ યંગ અને કેપીએમજી સમાવિષ્ટ છે. આઈસીઆઈસીઆઈએ આ ફર્મ્સથી ઈન્ટરનેશનલ બ્રાંડ નેમ્સના ઉપયોગ, મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા ઈન્વેસમેન્ટ અને સ્ટ્રક્ચર મામલે જાણકારી માંગી છે.

આ નોટિસ સુપ્રિમ કોર્ટના એ આદેશના ત્રણ મહિના બાદ જાહેર કરવામાં આવી છે કે જેમાં કોર્ટે સરકારને જણાવ્યું હતું કે તેને ભારતમાં કામ કરી રહેલા વિદેશી ઓડિટિંગ ફર્મ્સના કામકાજની દેખરેખ માટે કમિટી બનાવવી જોઈએ. તો આ સીવાય સરકાર એકાઉન્ટન્સના નિયમન માટે અલગથી એક સંસ્થા બનાવવા પર પણ વિચાર કરી રહી છે જેનાથીઆઈસીઆઈના અધિકારીઓમાં પણ કેટલીક કમી આવશે. આઈસીએઆઈના પ્રેસિડેન્ટ નવીદ ગુપ્તાએ આ સંબંધમાં કોઈપણ ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો છે.