સ્નેપડીલની ટેક કંપની યુનિકોમર્સે આટલા કરોડમાં કરી ઇન્ફીબીમ ડીલ

નવી દિલ્હીઃ અમદાવાદની કંપની ઈન્ફીબીમને સ્નેપડીલની સહાયક કંપની યુનિકોમર્સ આશરે 120 કરોડ રૂપિયામાં ખરીદવાનો નિર્ણય લીધો છે. યુનિકોમર્સ ઈ-કોમર્સ સાથે જોડાયેલા સોફ્ટવેર ઓફર કરે છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જને આપેલી જાણકારીમાં ઈન્ફીબીમે જણાવ્યું કે તેના બોર્ડે યુનિકોમર્સની પૂરી ભાગીદારીને તેના વર્તમાન શેરધારકો પાસેથી ખરીદવાની મંજૂરી આપી દીધી છે. આ ડીલ ત્રણથી પાંચ મહીનામાં પુરી થઈ શકે છે.

ઈન્ફીબીમ દ્વારા જાહેર નિવેદન અનુસાર આ સમજૂતી અંતર્ગત ઈન્ફીબીમ પ્રિફરેન્શિયલ આધાર પર વૈકલ્પિક કન્વર્ટિબલ ડિબેન્ચર જૈસ્પર ઈન્ફોટેકને જાહેર કરશે, જેની વેલ્યુ 120 કરોડ રૂપિયા સુધી હશે. જો કે આના માટે શેરધારકોની મંજૂરી જરૂરી હશે. ઈન્ફીબીમમાં કેશ ડીલની જગ્યાએ અન્ય પદ્ધતિથી કરવા પર વિચાર કરવા માટે કહ્યું છે.

ઈન્ફીબીમના એમડી વિશાલ મહેતાનું કહેવું છે કે યૂનિકોમર્સ દ્વારા અમારો પ્લાન ઈ-કોમર્સ આઈટી ક્ષમતાને મજબૂત અને પોતાના ગ્રાહકોને નવા નવા પ્રોડક્ટ ઓફર કરવાનો છે. આ ડીલથી અમને એક વ્યાપક ઈ-કોમર્સ સોલ્યુશન તૈયાર કરવામાં મદદ મળશે. તેમણે જણાવ્યું કે આ ડીલ કંપનીના તેજીથી વધી રહેલા જેમ બિઝનેસના ગ્રોથ માટે પણ મહત્વપૂર્ણ છે. અમે યુનિકોમર્સના ગ્રોથ માટે પૂરી રીતે કમિટેડ છીએ અને વર્તમાન મેનેજમેન્ટ ટીમ બિઝનેસમાં આગળ રોકાણ યોજનાનો પુરી રીતે સપોર્ટ રહેશે.