ઈન્ડિગોમાં સફર કરનારા લોકો માટે માઠા સમાચાર, 31 માર્ચ સુધી કેન્સલ થતી રહેશે ફ્લાઈટ્સ

નવી દિલ્હીઃ જાણીતી એરલાઈન્સ કંપની ઈન્ડિગોએ કહ્યું છે કે 31 માર્ચ 2019 સુધી દરેક દિવસે તેની 30 ફ્લાઈટ રદ્દ કરશે. કંપનીએ શુક્રવારના રોજ 130 ફ્લાઈટ્સ રદ્દ થવાની વાતનો ઈનકાર કર્યો છે. આ પહેલા સમાચારો આવ્યા હતા કે શુક્રવારના રોજ એરલાઈન્સની 130 ફ્લાઈટ રદ્દ રહેશે. ત્યારે આ કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે 130 ફ્લાઈટમાંથી 120 ફ્લાઈટ્સનું પરિચાલન નક્કી ક્રમ અનુસાર કરવામાં આવી રહ્યું છે. ઈન્ડિગોએ કહ્યું કે પ્રતિદિન 30 ફ્લાઈટ્સને રદ્દ કરવાનો ક્રમ 31 માર્ચ સુધી ચાલુ રહેશે.

ફ્લાઈટ્સ રદ્દ થવાનું કારણે પાયલટોની કમી છે, જેને લઈને છેલ્લા કેટલાક દિવસોમાં ઘણીવાર ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે દિલ્હી અને એનસીઆર ક્ષેત્રમાં ભારે તોફાન અને વરસાદ બાદથી પોતાની ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી. તાજેતરમાં ઈન્ડિગો ફ્લાઈટના કેપ્ટન નિવેદન જાહેર કરી રહ્યા છે કે આશરે 100 થી વધારે વિદેશી પાયલટની ભરતી કરવામાં આવશે.

જો કે હવે કેટલાક અન્ય પાયલટોની પણ ભરતી કરવામાં આવશે. જાણકારી માટે આપને જણાવી દઈએ કે આ એરલાઈન્સ કંપની પાસે 200 થી વધારે વિમાન અને 3000 પાયલટ છે. આમાં 50 વિદેશી પાયલટ સીવાય 1200 થી વધારે કમાન્ડર છે.