પહેલા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી વિકાસ દર વધીને 8.2% થયો, બે વર્ષમાં સૌથી ઊંચો

નવી દિલ્હી – નાણાકીય વર્ષ 2018-19ના પહેલા ક્વાર્ટરમાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વિકાસ દર વધીને 8.2 ટકા નોંધાયો છે.

ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન આ આંક 5.6 ટકા હતો.

છેલ્લા બે વર્ષમાં ભારતના અર્થતંત્રએ આ પહેલી જ વાર 8 ટકાથી ઉપરનો વિકાસ દર નોંધાવ્યો છે.

વિશ્વમાં ઝડપથી વિકાસ પામતી મોટી અર્થવ્યવસ્થાઓમાં, ભારતે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ બાબતમાં ભારત ચીનથી આગળ નીકળી ગયું છે. ચીનનો આર્થિક વિકાસ દર 6.7 ટકા છે.

સેન્ટ્રલ સ્ટેટિસ્ટીક્સ ઓફિસ (CSO) દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, ઉત્પાદન ક્ષેત્રે પ્રવૃત્તિઓમાં આવેલા વેગે ભારતનો જીડીપી વિકાસ દર વધાર્યો છે.