દુુબઈમાં રોકાણ કરવામાં ભારતીયો મોખરે

મુંબઈઃ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે દુનિયાની ટોચની જગ્યાઓ પૈકી એક એવા દુબઈમાં રોકાણ કરવામાં ભારતીય લોકો ફરી એકવાર ટોપ પર આવી ગયા છે. જાન્યુઆરી 2016થી 2017 સુધીમાં ભારતીયોએ દુબઈમાં 42 હજાર કરોડ રૂપિયાની પ્રોપર્ટીની ખરીદી કરી છે. દુબઈના જમીન મકાન વિભાગ અનુસાર દુબઈમાં સંપત્તિ ખરીદવામાં ભારતીયો ટોચના સ્થાને પહોંચી ગયા છે. 2014ની તુલનામાં આ આંકડાઓ 12 હજાર કરોડ રૂપીયાથી પણ વધી ગયા છે. તે સમયે ભારતીયોએ દુબઈમાં પ્રોપર્ટીમાં 30 હજાર કરોડ રૂપીયાનું રોકાણ કર્યું હતુ.

2014ના વર્ષમાં બીન આરબ લોકો દ્વારા દુબઈમાં સંપત્તિમાં કુલ રોકાણ 1 લાખ કરોડ રૂપીયાના એક ચતુર્થાંશથી પણ વધારે રોકાણ ભારતીયોનું હતું. દુબઈમાં પ્રોપર્ટી શો દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર કેટલાય વર્ષોથી ભારતીય લોકો દુબઈમાં સૌથી વધારે સંપત્તિ ખરીદનારા બીન આરબ લોકોની યાદીમાં ટોચના સ્થાને છે.

88 ટકા લોકો 3.24 કરોડથી વધારે રોકાણ વાળા

મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સમાં 3 થી 5 નવેમ્બર દરમિયાન ત્રીજા એક્ઝીબીશનનું આયોજન થશે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીયોના દુબઈના રીયલ એસ્ટેટમાં રોકાણ કરવાની પેટર્ન બદલાઈ છે. એક સ્ટડી અનુસાર મુંબઈ,પૂણે, અમદાવાદ અને નવી મુંબઈ જેવા શહેરોના 88 ટકા લોકો દુબઈમાં 3.24 કરોડથી લઈને 6.5 કરોડ રૂપીયા સુધીનું રોકાણ કરી રહ્યા છે. 8 ટકા જેટલા લોકો 65 લાખ રૂપીયા થી લઈને 3.24 કરોડ રૂપીયા સુધીનું રોકાણ કરવામાં રસ ધરાવે છે. તો આ સિવાય કેટલાક લોકો એવા પણ છે કે જેઓ 6.5 કરોડ રૂપીયાથી પણ વધારેનું રોકાણ કરવામાં રસ ધરાવે છે.