આ વર્ષે બ્રિટન અને 2025માં જાપાનને પાછળ છોડી દેશે ભારત: રિપોર્ટ

નવી દિલ્હી- ભારત આ વર્ષે બ્રિટનને પાછળ રાખીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આઈએચએસ માર્કિટ (HIS Markit Ltd)એ શુક્રવારે જાહેર કરેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2025 સુધી જાપાનને પાછળ રાખીને ભારત વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. આઈએસએસ માર્કિટ એક લંડન સ્થિત વૈશ્વિક સૂચના આપતી કંપની છે. જેની રચના 2016માં થઈ હતી હવે IHS અને Markitનું વિલય થયું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકારની બીજી વખત સત્તામાં વાપસી પછી નાણાં મંત્રાલયે તેમની ફ્રેશ વાર્ષિક આર્થિક સમીક્ષામાં 2025 સુધીની આર્થિક રૂપરેખા પ્રકાશિત કરી છે. આમાં ભારતને 2025 સુધી 5000 અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવી અને ભારતને વિશ્વના ઉચ્ચ મધ્યમ આવક વર્ગના દેશોમાં સામેલ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આઈએચએસ માર્કિટનું અનુમાન છે કે, 2019માં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. અને બ્રિટેનને પાછળ છોડી દેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2025 સુધી ભારતનું સકલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) 5900 અબજ ડોલર પર પહોંચી જશે.

એ સમયે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. રિપોર્ટમાં અનુમાન લગાવાયું છે કે, 2025 સુધીમાં ભારતીય ઉપભોક્તા બજારનો આકાર 3600 અબજ ડોલર હશે. જે 2019માં 1900 અબજ ડોલર છે.