MNCની કરચોરી રોકી સાણસામાં લેશે ભારત-અમેરિકાનો આ કરાર

નવી દિલ્હી- ભારત અને અમેરિકા વચ્ચે કરચોરીને રોકવા માટે કરાર કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના ચેરમેન અને ભારતમાં અમેરિકી એમ્બેસેડર વચ્ચે થયેલા આ કરાર મુજબ બંને દેશ વચ્ચે મલ્ટિનેશનલ કંપનીઓની આવક અને કર ચૂકવણીને લગતા રિપોર્ટ્સની આપ-લે કરવામાં આવશે. આ કરારનો હેતુ કરચોરી તપાસવાનો છે.

મલ્ટિનેશનલ એન્ટરપ્રાઈઝીઝની પેરેન્ટ કંપનીઓ દ્વારા ફાઈલ થયેલા આંતરાષ્ટ્રીય આવક અને કરચૂકવણીની વિગતો સાથેના રિપોર્ટ્સની બંને દેશો વચ્ચે આ કરારને લીધે સીધી લેવડદેવડ થઈ શકશે. આ રિપોર્ટ્સમાં બધી જ પેટાકંપનીઓના, બધા જ પ્રકારના વેપારી વિગતો આવરી લેવામાં આવશે. આ કરારને લીધે અમેરિકી બ્રાન્ડ્સની સ્થાનિક કંપનીઓએ ભારતમાં રિપોર્ટ્સ ફાઈલ કરવાની જરૂર નહીં રહે.