ડેટા ઈકોનોમી મામલે ચીનને ટક્કર આપી શકે છે ભારત: કેપજેમિની પ્રમુખ

નવી દિલ્હી- ભારત પોતાની વિશાળ વસ્તીની ક્ષમતાનો ઉપયોગ કરીને ગૂગલ અને એમેઝોનનું દેશી સંસ્કરણ તૈયાર કરી ડેટા ઈકોનોમી સંદર્ભે ચીનની સરખામણી કરી શકે છે. દિગ્ગજ આઈટી કંપની કેપજેમિનીના ચેરમેન પોલ હેરમેલિને આ જાણકારી આપી હતી.

ગ્લોબલ બિજનેસ સમિટમાં હેરમેલિને કહ્યું કે, ચીન સાચી દિશામાં વિચારી રહ્યું છે, માટે તે સફળ છે, કારણ કે ડેટા એક મહત્વની સામગ્રી છે. ચીનમાં ડેટાનું એટલુ જ મહત્વ છે, જેટલું સાઉદી અરબમાં ઓઈલનું છે. ભારત ડેટા મામલે ચીનને ટક્કર આપી શકે તેમ છે, કારણ કે તે એક વિશાળ આબાદી ધરાવતો દેશ છે.

હેરમેલિને પશ્ચિમના દેશોની વૈશ્વિક કંપનીઓની સેવાઓના વેચાણ મારફતે આઈટી ઉદ્યોગોને પ્રતિસ્પર્ધી અને ઉત્પાદ બનાવવાનો  શ્રેય ઈન્ફોસિસના સ્થાપક નારાયણમૂર્તિ અને વિપ્રોના અજીમ પ્રેમજી જેવા પ્રથમ પેઢીના ઉદ્યમીઓને આપ્યો હતો. તેમણે કહ્યું કે, કેપજેમિની અમુક મર્યાદા સુધી આ મોડલ પર છે, જેમાં ભારતમાં 1.06 લાખથી વધુ લોકો કામ કરે છે.

ભારતીય આઈટી ઉદ્યોગે વૈશ્વિક કંપનીઓને સેવા પ્રદાન કરવા માટે ટેલેન્ટ અને બેઝનો ઉપયોગ કર્યો, જેના કારણે છેલ્લા ત્રણ દાયકામાં આ ઉદ્યોગ 180 અબજ ડોલરનો બની ગયો. મોટા પ્રમાણમાં ઑફશોર બેઝના કારણે આઈબીએમસ એક્સેન્ચર અને કેપજેમિની જેવી કંપનીઓને વિસ્તરવાની તક મળી.