સતત બીજા દિવસે પણ વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત બીજા દિવસે પણ વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતોમાં ઘટાડો આવ્યો છે છતા પણ સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લોકોને કોઈ જ રાહત પ્રાપ્ત થઈ નથી.

ઇન્ડિયન ઑઈલ કૉર્પોરેશનની વેબસાઈટ અનુસાર મેટ્રો શહેરોમાં ઈંધણની કીંમતોમાં વધારો થયો છે. મેટ્રો શહેરમાં પેટ્રોલના ભાવમાં 6 પૈસા અને ડીઝલમાં 7 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કીંમત 76.31 રુપીયા પ્રતિ લીટર છે. તો કોલકત્તામાં પેટ્રોલની કીંમત 79.20 રુપીયા પ્રતિ લીટર છે. મુંબઇમાં પેટ્રોલની કીંમત 83.76 રુપિયા પ્રતિલીટર અને ચેન્નાઈમાં પેટ્રોલની કીંમત 79.26 રુપિયા પ્રતિ લીટર છે.

મેટ્રો શહેરોમાં વધેલા ડીઝલના ભાવ પર નજર કરવામાં આવે તો દિલ્હીમાં ડીઝલની કીંમત 67.82 રુપીયા પ્રતિ લીટર છે. કોલકત્તામાં 70.58 રુપીયા પ્રતિ લીટર, અને ચેન્નઈમાં ડીઝલની કીંમત 71.62 રુપીયા પ્રતિ લીટર છે. મહત્વનું છે કે સોમવારના રોજ પેટ્રોલની કીંમતમાં 9 પૈસા જેટલો વધારો થયો હતો અને ડીઝલની કીંમતોમાં 14 પૈસા જેટલો વધારો થયો હતો. ત્યારે આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલની કીંમતમાં વધારો થતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.