7th Pay Commission: આ કર્મચારીઓનું વેતન વધ્યુ, પગાર વધારા સાથે મળશે 19 મહીનાનું એરિયસ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ ઘણા મહીનાઓથી 7th Pay Commission અનુસાર વેતન વધારવાની માંગણી કરી રહ્યા છે. પરંતુ હજી સુધી સરકાર દ્વારા કોઈ પ્રતિક્રિયા આવી નથી. ત્યારે આ વચ્ચે કેન્દ્ર સરકારે કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના શિક્ષકો અને કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના શિક્ષકો અને કર્મચારીઓને સાતમા પગાર પંચ અનુસાર વેતન આપવાને મંજૂરી આપી છે. આ મામલે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે.

કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના શિક્ષકો અને કર્મચારીઓના વેતનમાં સાતમાં પગાર પંચ અનુસાર વધારાને લઈને માનવ સંસાધન વિકાસ મંત્રાલયે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આ નોટિફિકેશન અનુસાર, કેન્દ્રીય યૂનિવર્સિટીઝના શિક્ષકો, શૈક્ષણિક કર્મચારી, રજિસ્ટ્રાર, ફાઈનાંસ ઓફિસર અને કંટ્રોલર ઓફ એક્ઝામિનેશનને સાતમા વેતન આયોગ અનુસાર વેતન પ્રાપ્ત થશે. આ વેતન વધારો 1 જૂલાઈથી લાગુ કરવામાં આવ્યો છે. નોટિફિકેશન અનુસાર આ કર્મચારીઓના વધેલા વેતન સાથે 18 મહિનાનું એરિયસ પણ આપવામાં આવશે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે 15 જાન્યુઆરીના રોજ આની જાહેરાત કરી હતી અને 28 જાન્યુઆરીના રોજ નોટિફિકેશન જાહેર કરી દીધું છે. સરકારના આ નિર્ણયથી સરકારી ખજાના પર 1241.78 કરોડ રુપિયાનો બોજ પડશે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સાતમા વેતન આયોગ અનુસાર વેતન વધારાથી કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના 30 હજાર શિક્ષક કર્મચારીઓ સીવાય માનદ વિશ્વવિદ્યાલયોના 5500 શિક્ષકોને પણ આનો લાભ મળશે. આ સીવાય UGC એ ગેસ્ટ ફેકલ્ટીના અલાઉન્સમાં પણ વધારો કર્યો છે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયની આ જાહેરાત બાદ વિશ્વવિદ્યાલયોના વીસી, પ્રો વીસી, કોલેજ પ્રિંસિપલ માટે પણ સ્પેશિયલ અલાઉન્સમાં વધારો કરવામાં આવ્યો છે. નવા નિયમો બાદ હવે વીસીને 11,250 રુપિયા, પ્રો વીસી 9000 રુપિયા, પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજના પ્રિંસિપલને 6750 રુપિયા અને અંડર ગ્રેજ્યુએટ કોલેજના પ્રિંસિપલને 4500 રુપિયાનું અલાઉન્સ પ્રાપ્ત થશે.