બેનામી સંપત્તિ ધરાવનારા 50,000 લોકોને આવકવેરાની નોટિસ

0
1706

નવી દિલ્હી- ઈનકમ ટેક્સ વિભાગે બેનામી સંપત્તિ રાખનારા લોકો પર ગાળીયો કસવાની શરૂઆત કરી દીધી છે. આવકવેરા વિભાગ બેનામી સંપત્તિ રાખનારા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે તૈયારી કરી રહી છે. આ મામલે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કેટલાય મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડર્સના નોમિનીઝ, હાઈ નેટવર્થ ઈન્ડિવિયુઅલ્સની પત્નીઓ કે જેઓ ઈનકમ ટેક્સ ફાઈલ નથી કરતી અને છેલ્લા કેટલાક વર્ષોમાં રિયલ એસ્ટેટ પ્રોપર્ટી વેચનારા NRIને નોટિસ મોકલવામાં આવી છે.

નોટબંધી દરમિયાન બેંકોમાં 1 લાખ રૂપિયાથી વધારે જમા કરાવનારા લોકોને પણ નોટિસ મોકલવામાં આવી હતી. આ મામલા સાથે જોડાયેલા 4 લોકોએ આ જાણકારી આપી હતી. મોકલવામાં આવેલી કુલ નોટિસોની સંખ્યા હજી સુધી જાણી શકાઈ નથી, પરંતુ એક ઈનકમ ટેક્સ ઓફિસરના જણાવ્યા અનુસાર આ સંખ્યા 50 હજાર આસપાસ હોઈ શકે છે. વિભાગ આ પ્રકારના લોકોના જૂના ટ્રાન્ઝેક્શન, સોર્સ ઓફ ઈનકમ સહિતની જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે.