મોદી સરકારના એક નિર્ણયથી પાકિસ્તાનને થયું કરોડોનું નુકસાન, જાણો શું છે મામલો…

નવી દિલ્હીઃ પાકિસ્તાનથી ભારતમાં આયાત આ વર્ષે માર્ચમાં 92 ટકા ઘટીને માત્ર 28.4 લાખ ડોલર રહી. પુલવામા આતંકી હુમલા બાદ આ વર્ષે 16 ફેબ્રુઆરી પાકિસ્તાનના વિરુદ્ધ કડક આર્થિક કાર્યવાહી કરતા ભારતે પાડોશી દેશથી આયાતિત તમામ વસ્તુઓ પર શુલ્ક વધારીને 200 ટકા કરી દીધો હતો. આના કારણે પાકિસ્તાનથી આયાતમાં ભારે ઘટાડો થયો છે. આ વસ્તુઓમાં કપાસ, તાજા ફળો, સીમેન્ટ, પેટ્રોલિયમ ઉત્પાદન તેમજ ખનિજનો સમાવેશ થાય છે.

કોમર્સ મિનિસ્ટ્રીના આંકડાઓ અનુસાર પાડોશી દેશ પાકિસ્તાનથી ગત વર્ષે માર્ચમાં આશરે 3.46 કરોડ ડોલરની આયાત થઈ હતી. આ વર્ષે માર્ચમાં કુલ 28.4 લાખ ડોલર પૈકી 11.9 લાખ ડોલરના કપાસની આયાત કરી હતી. પાડોશી દેશથી માર્ચમાં મુખ્ય રુપથી જે આયાત કરવામાં આવી હતી, તેમાં પ્લાસ્ટિક, કાપડ, કપડા, મસાલા, રાસાયણ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન પાકિસ્તાનથી આયાત 47 ટકા ઘટીને 5.36 ડોલર પર રહી.

એવું નથી બંન્ને દેશો વચ્ચે ખરાબ આર્થિક સંબંધોથી માત્ર પાકિસ્તાનના વ્યાપારી પ્રભાવિત થયા છે, પરંતુ આનો પ્રભાવ ભારત પર પણ પડ્યો છે. માર્ચમાં ભારતીય નિર્યાત પણ આશરે 32 ટકા ઘટીને 17.13 કરોડ ડોલર રહી. જો કે આખા નાણાકિય વર્ષ 2018-19 દરમિયાન નિર્યાત 7.4 ટકા વધીને 200 કરોડ ડોલર રહ્યો. ભારતથી નિર્યાત કરવામાં આવતા જિંસોમાં જૈવિક રસાયણ, કપાસ, પરમાણુ રિએક્ટર, બોઈલર, પ્લાસ્ટિક ઉત્પાદનો, અનાજ, ખાંડ, ચા, લોખંડ, અને સ્ટીલ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.