GSTમાં થશે મહત્વના સુધારા, રિવ્યુ પેનલ સોંપશે રીપોર્ટ

નવી દિલ્હીઃ જીએસટીની તકલીફો દૂર કરવા માટે ઝડપથી તેમાં કોઈ નવા સુધારા લાવવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે. ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓની પેનલ જીએસટીમાં આવી રહેલી તકલીફોને દૂર કરવા માટે કેટલાક નવા સુધારાની ભલામણ કરવા જઈ રહી છે. સરકારે જીએસટીમાં આવી રહેલી મુશ્કેલીનો રિવ્યુ કરવા માટે 6 સભ્યોની જીએસટી લો રિવ્યુ કમિટીની નિમણૂંક કરી હતી.કેન્દ્ર સરકાર જીએસટીમાં આવી રહેલી તકલીફોને જોતા જીએસટીમાં અત્યાર સુધી ઘણા ફેરફાર કરી ચૂકી છે. થોડા સમય પહેલા જ જરૂરી ઉપયોગની કેટલીય વસ્તુઓના જીએસટી સ્લેબમાં ફેરફાર કર્યો હતો. આ ફેરફાર પછી કેટલીય વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો હતો, જેનો સીધો ફાયદો ગ્રાહકોને સતત મળી રહ્યો છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જીએસટીમાં આશરે 12 જેટલી જગ્યાઓ પર સુધારો લાવવાની જરૂરિયાત વર્તાઈ રહી છે.

થોડા સમય પહેલા જીએસટીમાં થયેલા બદલાવના કારણે જીએસટી સરળ બન્યો છે. પરંતુ પેનલ ત્રિમાસીક ગાળામાં જીએસટી રિટર્ન ફાઈલ કરવાના નિયમને અસ્થાયી બનાવવા માંગે છે. કમિટી જીએસટી રિટર્ન ફોર્મને પણ સરળ બનાવવા માંગે છે. આમ કરવાથી રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી શકાશે. કમિટી જીએસટી એક્સપોર્ટ આર્કિટેક્ચર બદલાવ કરીને જીએસટી લાગુ થવાથી પહેલાની જેમ બનાવવા માંગે છે.