ICICI બેંકમાં વધુ એક કૌભાંડ આવ્યું બહાર, 36.5 કરોડ ડોલર રુપિયા ફસાયાં

નવી દિલ્હીઃ ICICI બેંકના પૂર્વ સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર ચંદા કોચર એક અન્ય લોન ગોટાળામાં ફસાતા નજરે આવી રહ્યા છે. ચંદા કોચર પર મોરેશિયસની હોલ્ડિંગ કંપની એસ્સાર સ્ટીલ મિન્નોસ્ટા એલએલસીને વર્ષ 2014માં 36.5 કરોડ રુપિયાનું ઋણ આપવાના મામલે કથિત રુપે રિઝર્વ બેંકને બ્લેક મેઈલ કરવાની વાત સામે આવી છે.

કેન્દ્રીય બેંકે પોતાની તપાસમાં લોન આપવામાં ઘણી અનિયમિતતા વરતવાની વાત કહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2014ના જુલાઈ મહિનાની શરુઆતમાં આરબીઆઈએ ICICI બેંક દ્વારા એસ્સાર સ્ટી મિન્નોસ્ટાના પ્રોજેક્ટ કેપિસિટી મેન્યુફેક્ચરિંગ સ્ટીલ પેલેટ-4.1 મેટ્રિક ટનથી વધીને 7 મેટ્રિક ટન પર કરવા માટે લોન મંજૂર કરવા સવાલો ઉભા કર્યા હતા.

આરબીઆઈ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે પેલેટ પ્રોજેક્ટ શરુ થવાના સમયમાં વિસ્તારની બેંક દ્વારા આપવામાં આવેલી મંજૂરી એ દર્શાવે છે કે આ એવર-ગ્રીનિંગ લોન છે. બેંકે પહેલા લોનની ચૂકવણી બીજીવાર લોન આપી છે. આરબીઆઈએ ICICI બેંકથી ભલામણ કરી હતી, કે તેઓ એસ્સાર સ્ટીલ મિન્નોસ્ટાને આપવામાં આવેલી લોનને સબ-સ્ટાન્ડર્ડ એસેટ્સના રુપમાં દર્શાવે.

જો કે, ICICI બેંકે સપ્ટેમ્બર 2014 માં આરબીઆઈને જણાવ્યું કે ભલે બેંકે ક્ષમતા વધારવાની મંજૂરી આપી દીધી હોય પરંતુ તે કોઈપણ પ્રકારના વધારે પૈસા નહી આપે. બેંકના રેકોર્ડ્સના હિસાબે આ યોગ્ય નથી. જૂન 2014માં બેંકે 36.5 કરોડ ડોલરની લોન મોરેશિયસની એસ્સાર સ્ટીલ લિમિટેડને આપ્યું.

રેકોર્ડ્સ દર્શાવે છે કે, કોચરે આ મામલે આરબીઆઈને બ્લેકમેઈલ કર્યા છે. બેંક દ્વારા કહેવામાં આવ્યું હતું કે બેંક એસ્સાસ સ્ટીલ મિન્નોસ્ટા પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારના બદલાવ માટે જરુરિયાત પડવા પર વધારે ફંડિંગ નહી કરે. ચંદા કોચર તે ક્રેડિટ કમીટિનો ભાગ હતો જેણે મોરેશિયસની કંપનીને લોન આપી હતી.

તપાસકર્તાઓ અનુસાર ચંદા કોચરે એક્ટ 2013 અને સેબી લિસ્ટિંગના નિયમો અનુસાર પોતાની કર્તવ્ય નિષ્ઠાનું પાલન નથી કર્યું. એસ્સાર ગ્રુપ ICICI બેંકના સૌથી મોટા ઋણદાતા પૈકી એક છે. ચંદા કોચરનું નામ સૌથી પહેલા વીડિયોકોનને 3250 કરોડ રુપિયાની લોન આપવામાં અનિયમિતતાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાઈ ચૂકી છે.