PNB મહાકૌભાંડઃ PNB અને ગીતાંજલિ જેમ્સના ઓડિટર્સને ICAI દ્વારા નોટિસ

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકમાં થયેલા 11 હજાર 400 કરોડ રૂપીયાના ગોટાળામાં ઈંસ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉંટ્સ ઓફ ઈંડિયાએ એક્શન લીધી છે. આઈસીએઆઈએ દ્વારા પીએનબી અને ગીતાંજલિ જેમ્સના ઓડિટર્સને કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી છે. તો આ સીવાય આઈસીએઆઈએ પીએનબીના ડેપ્યુટી જનરલ મેનેજરની બદલી કરી છે. તો આ સાથે જ રિઝર્વ બેંકમાથી સરકારી બેંકોના 2000 કરોડ અથવા તેનાથી વધારેના નાણા ન ચૂકવનાર લોકોની યાદી માંગી છે. પીએનબી ફ્રોડમાં સીબીઆઈ અને ઈડી તરફથી હીરા વ્યાપારી નીરવ મોદી અને ગીતાંજલી ગ્રુપ વિરૂદ્ધ કાર્યવાહી યથાવત છે.

 ICAI દ્વારા ક્યારે અને શું કાર્યવાહી કરાઈ ?

– તપાસ એજન્સીઓએ પીએનબી પાસે માગી વિગત

આઈસીએઆઈએ 15 ફેબ્રુઆરી 2018ના રોજ સેબી, સીબીઆઈ, ઈડી અને પીએનબીને લેટર લખીને આ ફ્રોડ સાથે જોડાયેલી કેટલીક જાણકારી, રિપોર્ટ અને તપાસના પરીણામો ઉપ્લબ્ધ કરાવવા માટે કહ્યું હતું. આઈસીએઆઈએ આ ફ્રોડમાં જો કોઈ સીએ અને અન્ય સીએ ફર્મ્સના સંબંધ સામે આવ્યા હોય તો તેની પણ જાણકારી આપવા જણાવ્યું હતું.

સેન્ટ્રલ ઓડિટર્સને કારણદર્શક નોટિસ

આઈસીએઆઈ દ્વારા પીએનબીના તમામ સેન્ટ્રલ ઓડિટર્સને કારણ દર્શક નોટિસ મોકલવામાં આવી છે. આવી રીતે પીએનબીની ત્રિમાસીક સમીક્ષા કરનારા સેન્ટ્રલ ઓડિટર્સને પણ નોટિસ પાઠવવામાં આવી છે. તો આ સીવાય ગીતાંજલિ જેમ્સ લિમિટેડના ઓડિટર્સને પણ આઈસીએઆઈએ કારણ દર્શક નોટિસ મોકલી છે.

પીએનબીના ડેપ્યૂટી જનરલ મેનેજરની બદલી

આઈસીએઆઈએ પીએનબીમાં ડેપ્યુટી જનરલ મેનેજરને પણ સીએ એક્ટ 1949ના સેક્શન 21સી અંતર્ગત સમન પાઠવ્યું છે. ડેપ્યુટી જનરલ મેનેજરને એફઆઈઆરની કોપી અને આ ફ્રોડ સાથે જોડાયેલા તમામ ડોક્યુમેન્ટ આઈસીએઆઈની સામે રજૂ કરવા માટે જણાવ્યું હતું. સાથે જ આ ફ્રોડને કયા મોડલ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો તેની પણ વિગત માંગી છે.

આરબીઆઈ પાસે માગી નાણાં ન ચૂકવનાર લોકોની માહિતી

આઈસીએઆઈએ રિઝર્વ બેંક ઓફ ઈંડિયાને લેટર લખીને સરકારી બેંકોના 2000 કરોડ અથવા તેનાથી વધારે નાણા ન ચૂકવનાર લોકોની માહિતી માંગી છે. આઈસીએઆઈનું કહેવું છે આ લીસ્ટ દ્વારા તે અકાઉંટિંગ અને ઓડિટિંગના નિયમોને સંભવિત રીતે નજરઅંદાજ કર્યાની તપાસ પોતાના નાણાકિય રિપોર્ટિંગ રિવ્યૂ બોર્ડ પાસેથી કરાવી શકે.