હોલમાર્કિંગમાં બે નવા સ્લેબ ઉમેરવા અંગે નિર્ણય લેવાઇ શકે…

નવી દિલ્હીઃ શુદ્ધ સોનાની ઓળખ હવે બધાં લોકો માટે સહેલાઇથી, સરળતાથી કરી શકે તે દિશામાં વિચારણા થઈ રહી છે.કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા હવે 20 કેરેટ જ્વેલરી અને 24 કૅરેટ બુલિયન માટે હોલમાર્કિંગ ફરજિયાત બનાવવા વિચારી રહ્યાં છે. સરકાર એપ્રિલથી ગોલ્ડ હોલમાર્કિંગ પર ડ્રાફ્ટ ઓર્ડર અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે.અત્યાર સુધી 14, 18 અને 22 કેરેટ સોનાના ડ્રાફ્ટ માટે હોલમાર્કિંગ ફરજિયાત છે. હવે, બે નવા સ્લેબ, 20 અને 24 તેમાં ઉમેરવામાં આવી રહ્યા છે. કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલય આ 2 નવા સ્લેબ ઉમેરશે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્વેલર્સની માગણી પર આ નવા સ્લેબ ઉમેરવામાં આવશે. ફેબ્રુઆરી માસમાં જ્વેલર્સો સાથે આ મુદ્દે ડીપાર્ટમેન્ટની બેઠક યોજવામાં આવી હતી. સરકાર હવે એપ્રિલથી ડ્રાફ્ટ ઓર્ડર અમલમાં મૂકવાની તૈયારી કરી રહી છે.