જીએસટી દર-ઘટાડાથી સરકારને વાર્ષિક 15,000 કરોડની મહેસુલી આવકની ખોટ જશે

0
780

નવી દિલ્હી – અનેક ચીજવસ્તુઓ પરના ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને અમુક ચીજોને જીએસટીથી મુક્ત કરી દેવામાં આવી છે. આનાથી વેપારીવર્ગ તથા આમજનતામાં ખુશી ફેલાઈ છે, પરંતુ સરકારને આ પગલાથી મોટી આર્થિક ખોટ જશે.

સરકારની તિજોરી વર્ષેદહાડે રૂ. 15,000 કરોડની ખોટ કરશે.

જીએસટી કાઉન્સિલે ગયા શનિવારે નવો નિર્ણય લઈને 50 ચીજવસ્તુઓ પરના જીએસટી દરો ઘટાડી નાખ્યા છે.

આમાં સેનિટરી નેપ્કિસન્સ, વોશિંગ મશીન્સ, રેફ્રિજરેટર્સ, લિથિયમ-ઈયોન બેટરીઝનો સમાવેશ થાય છે.

વચગાળાના નાણાં પ્રધાન પીયૂષ ગોયલે શનિવારે કહ્યું હતું કે સરકારની તિજોરીને મહેસુલી આવકની ખોટ મામુલી હશે.