મોદી સરકારે નાના રોકાણકારોને આપી મોટી ભેટ, વધુ જાણવા ક્લિક કરો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નાના રોકાણરોને ભેટ આપતા તમામ પ્રકારના સ્મોલ સેવિંગ ડિપોઝિટ સ્કીમ્સ પર મળનારા વ્યાજને વધારી દીધું છે. સરકારે નાણાકિય વર્ષ 2018-19ના ત્રીજા ક્વાર્ટર માટે સ્મોલ સેવિંગ સ્કીમો માટે વ્યાજ દરોમાં સંશોધન કરવાની જાહેરાત કરી છે. અલગ અલગ પ્રકારની સ્મોલ સેવિંગ યોજનાઓ જેવીકે પીપીએફ, કિસાન વિકાસ પત્ર, સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ, વગેરે પર 0.40 ટકા સુધી વધારે વ્યાજ પ્રાપ્ત થશે. વ્યાજ દરોમાં બદલાવ 31 ડિસેમ્બર 2018માં સમાપ્ત થતા ત્રીમાસીક ગાળા માટે કરવામાં આવ્યો છે.સરકારે વર્તમાન નાણાકીય વર્ષનો ત્રીજો ત્રીમાસીક ગાળો એટલે ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર માટે આ વ્યાજદર વધારવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત ટાઈમ ડિપોઝિટ, રીકરિંગ ડિપોઝિટ, સીનિયર સિટિઝન સેવિંગ અકાઉન્ટ, મંથલી ઈનકમ અકાઉન્ટ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, પીપીએફ, કિસાન વિકાસ પત્ર, અને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો સમાવેશ થાય છે.

સરકારે પીપીએફ પર મળનારા વ્યાજ દરોને 7.6 ટકાથી વધારી 8 ટકા કરી દીધા છે. તો આ સીવાય કિસાન વિકાસ પત્ર પર મળનારા વ્યાજ દરને 7.3 થી વધારીને 7.7 કરી દેવામાં આવ્યા છે. આ જ પ્રકારે સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ સ્કીમ પર મળનારા વાર્ષિક વ્યાજને 8.1 ટકાથી વધારીને 8.5 ટકા કરી દેવામાં આવ્યા છે. સરકારે સેવિંગ ડિપોઝીટમાં કોઈ બદલાવ કર્યો નથી. સેવિંગ ડિપોઝીટમાં પહેલા જેટલું જ વ્યાજ મળશે.